Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલ્કિ 2898 ADની સીક્વલનું શૂટિંગ પૂરું કરીને અમિતાભ બચ્ચન ફરી પહોંચી ગયા પોતાના ઘરે

કલ્કિ 2898 ADની સીક્વલનું શૂટિંગ પૂરું કરીને અમિતાભ બચ્ચન ફરી પહોંચી ગયા પોતાના ઘરે

Published : 02 March, 2026 01:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે, ઘર તો ઘર જ હોય છે

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


ચર્ચા છે કે અમિતાભ બચ્ચને ‘કલ્કિ 2898 AD’ની સીક્વલ માટે પોતાના હિસ્સાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. અમિતાભ આ પછી પોતાના ઘરે મુંબઈ પરત ફર્યા છે જ્યારે ફિલ્મની બાકી ટીમ હજી પણ શૂટિંગમાં વ્યસ્ત છે. જોકે મેકર્સ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ ફિલ્મમાં કમલ હાસન પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

હાલમાં અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘ઘર તો ઘર જ હોય છે. એ ભાવનાઓથી ભરેલું હોય છે. ઘર માત્ર દીવાલો અને છતનું માળખું નથી પરંતુ આરામ, પોતાના લોકો અને સુરક્ષાની જગ્યા છે.’ બ્લૉગમાં અમિતાભે આગળ લખ્યું છે કે અત્યાર સુધી તેઓ શૂટિંગ માટે હૈદરાબાદમાં હતા અને હવે ફરીથી પોતાના શુભેચ્છકોને મળી શકશે. આ બ્લૉગમાં અમિતાભે પોતાના ઘરની બાલ્કનીમાંથી ગુલાબના ફૂલની એક તસવીર પણ શૅર કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 March, 2026 01:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK