નવ્યા મિત્રો સાથે સમય પસાર કરતી અને કૅન્ટીનમાં અલગ-અલગ વાનગીઓની મજા માણતી જોવા મળી રહી છે. નવ્યાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં તેની મમ્મી શ્વેતાએ નૂડલ્સ ઇમોજી પોસ્ટ કરી હતી.
IIM-અમદાવાદમાં નવ્યાની મજાની લાઇફ
અમિતાભ બચ્ચનની દોહિત્રી અને શ્વેતા નંદાની દીકરી નવ્યા હાલમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ (IIM)-અમદાવાદમાં બ્લેન્ડેડ પોસ્ટ ગ્રૅજ્યુએટ પ્રોગ્રામનો અભ્યાસ કરી રહી છે. હાલમાં નવ્યાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોતાની આ કૉલેજલાઇફની કેટલીક તસવીરો શૅર કરી છે અને જણાવ્યું છે કે કૉલેજનું કૅમ્પસ હવે મારું બીજું ઘર બની ગયું છે. આ તસવીરોમાં નવ્યા મિત્રો સાથે સમય પસાર કરતી અને કૅન્ટીનમાં અલગ-અલગ વાનગીઓની મજા માણતી જોવા મળી રહી છે. નવ્યાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં તેની મમ્મી શ્વેતાએ નૂડલ્સ ઇમોજી પોસ્ટ કરી હતી.

