ગઈ કાલે અમિતાભે પોતાના ઘરની બહાર ઊભેલા ચાહકોની તસવીરો પોસ્ટ કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. અમિતાભે અગાઉથી જાણ કરી હતી કે તેઓ આ રવિવારે મળી શકશે નહીં, છતાં ચાહકો હાજર રહ્યા.
કમલ હાસન સાથે શૂટિંગ કરતા બિગ બી.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન દર રવિવારે પોતાના ઘરની બહાર આવીને ચાહકોને મળે છે અને તેમને નાની-નાની ગિફ્ટ્સ પણ આપે છે. જોકે આ રવિવારે તે ચાહકોને મળી શક્યા નહોતા, કારણ કે તેઓ કામમાં વ્યસ્ત હતા. હવે અમિતાભે પોતાના નવા બ્લૉગમાં ખુલાસો કર્યો કે તેઓ હૈદરાબાદમાં ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ કરી રહ્યા હતા અને સેટ પરથી તેમણે કેટલીક તસવીરો પણ શૅર કરી છે.
ગઈ કાલે અમિતાભે પોતાના ઘરની બહાર ઊભેલા ચાહકોની તસવીરો પોસ્ટ કરી, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમની એક ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા હતા. અમિતાભે અગાઉથી જાણ કરી હતી કે તેઓ આ રવિવારે મળી શકશે નહીં, છતાં ચાહકો હાજર રહ્યા. આ તસવીરો સાથે અમિતાભે લખ્યું હતું કે ‘મેં તેમને કહ્યું હતું કે આ રવિવારે હું આવી શકીશ નહીં, કારણ કે હું હૈદરાબાદમાં શૂટિંગ કરી રહ્યો હતો, છતાં તેઓ આવ્યા, ખાતરી કરવા માટે. આ નાનકડો ક્યુટ કૂતરો પણ.’
ADVERTISEMENT

રવિવારે ‘જલસા’ની બહાર ભેગા થયેલા લોકો.
આ પછી અમિતાભે ચાહકોની માફી માગી અને જણાવ્યું કે તેઓ ‘કલ્કિ 2898 AD’ની સીક્વલનું શૂટિંગ કરી રહ્યા છે. અમિતાભે પોતાના બ્લૉગમાં અશ્વત્થામાના લુકમાં પોતાની તસવીરો શૅર કરી અને સેટ પર કમલ હાસનને ગળે મળતી એક તસવીર પણ પોસ્ટ કરી. આ પછી લાંબા સમય બાદ કમલ હાસન સાથે ફરી કામ કરવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે લખ્યું હતું કે ‘માફ કરશો, પહેલાં કામ પછી આરામ, અને મહાન કમલ હાસન સાથે ફરી મળવાનું, વર્ષો બાદ અમે સાથે કામ કરી રહ્યા છીએ, છેલ્લે ‘ગિરફ્તાર’માં સાથે હતા. ‘કલ્કિ 2’નું કામ શરૂ થઈ ગયું છે. રવિવારે મળવા માટે આપનો પ્રેમ અને સ્નેહ હંમેશાં યાદ રહેશે. આશા છે કે આવતા રવિવારે મળીશ, મારો પ્રેમ.’
