આ પોસ્ટ જોઈને એક ફૅને આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મને લાગે છે કે અનન્યાએ શનાયાના ડેબ્યુ માટે કોઈ પોસ્ટ કરી નથી અને મને ત્યારથી લાગતું હતું કે તેમની વચ્ચે કંઈક સમસ્યા છે.
બહેનપણીઓ સાથે અનન્યા પાંડેને થયું છે મોટું મનદુઃખ?
અનન્યા પાંડેએ તાજેતરમાં સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે મિત્રો સાથેનું બ્રેકઅપ એ રોમૅન્ટિક બ્રેકઅપ કરતાં વધુ દુઃખદાયક હોય છે. તેની આ પોસ્ટથી એવી ચર્ચા ચાલી છે કે અનન્યાને તેની ખાસ ફ્રેન્ડ્સ સુહાના ખાન, શનાયા કપૂર અથવા તો નવ્યા નવેલી નંદા સાથે કોઈ તકલીફ થઈ છે. આ પોસ્ટ જોઈને એક ફૅને આશંકા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે મને લાગે છે કે અનન્યાએ શનાયાના ડેબ્યુ માટે કોઈ પોસ્ટ કરી નથી અને મને ત્યારથી લાગતું હતું કે તેમની વચ્ચે કંઈક સમસ્યા છે. અનન્યાની આ પોસ્ટે ઑનલાઇન ચર્ચાનું વાતાવરણ ઊભું કર્યું છે, પરંતુ અનન્યા કે તેની ફ્રેન્ડ્સે આ સંદર્ભે કોઈ સત્તાવાર નિવેદન નથી કર્યું.

