B-Town Christmas Celebration: પરિવાર સાથે વેકેશન માણવા રવાના થયો રણબીર અને વધુ સમાચાર
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મૂછ વગરના નવા ક્લીનશેવ લુકમાં પરિવાર સાથે વેકેશન માણવા રવાના થયો રણબીર

ADVERTISEMENT
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે ગઈ કાલે મુંબઈ ઍરપોર્ટથી પ્રાઇવેટ જેટ દ્વારા રવાના થયાં હતાં અને આ સમયે તેમની સાથે તેમની દીકરી રાહા પણ હતી. છેલ્લા કેટલાક સમયથી રણબીર જાહેરમાં તેના ‘લવ ઍન્ડ વૉર’ના મૂછવાળા લુકમાં જોવા મળે છે, પણ પરિવાર સાથે વેકેશન માણવા જતી વખતે રણબીર મૂછ વગરના ક્લીનશેવ લુકમાં જોવા મળ્યો હતો.
વિવાદની વચ્ચે તારા સુતરિયા અને વીર પહારિયા ઊપડી ગયાં વેકેશન પર

શુક્રવારે તારા સુતરિયા અને વીર પહારિયા સિંગર એપી ઢિલ્લોંની કૉન્સર્ટમાં પહોંચ્યા હતાં અને ત્યાં સિંગરે સ્ટેજ પર તારાને કિસ કરતાં બૉયફ્રેન્ડ વીર અપસેટ થયો હતો એવા રિપોર્ટ હતા. આ વાતો સોશ્યલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ હતી. હવે આ વિવાદ વચ્ચે તારા અને વીર વેકેશન માણવા નીકળી ગયાં છે અને શનિવારે તેઓ ઍરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. આ સમયે ઍરપોર્ટ પર તારા ખૂબ ખુશ દેખાતી હતી. બન્નેએ દૂરથી ફોટોગ્રાફર્સને બોલાવ્યા હતા અને પછી તેઓ ઍરપોર્ટની અંદર ચાલ્યાં ગયાં.
સુઝૅનના ક્રિસમસ-સેલિબ્રેશનમાં ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો ભૂતપૂર્વ પતિ હૃતિક

સુઝૅન ખાને હાલમાં પોતાના નજીકના મિત્રો સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી અને આ સેલિબ્રેશનની તસવીરોમાં તેનો ભૂતપૂર્વ પતિ હૃતિક રોશન પણ તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે જોવા મળે છે. આ પાર્ટીમાં સુઝૅનનો બૉયફ્રેન્ડ અર્સલાન ગોની પણ હાજર હતો. હકીકતમાં ડિવૉર્સ પછી પણ હૃતિક રોશન અને સુઝૅન ખાન વચ્ચે સારું બૉન્ડિંગ છે. તેઓ ઘણી વાર એકબીજા સાથે જોવા મળે છે. આ વખતે પણ બન્નેએ પોતાનાં બાળકો રેહાન અને રિધાન સાથે મળીને ક્રિસમસ-પાર્ટીનો આનંદ માણ્યો હતો.
દીકરી સાથે પ્રિયંકાની બરફમાં મસ્તી

પ્રિયંકા ચોપડા પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનો એક પણ મોકો ચૂકતી નથી. હાલમાં પ્રિયંકાએ સોશ્યલ મીડિયામાં તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે પોતાની મમ્મી મધુ ચોપડા અને દીકરી માલતી મારી સાથે ક્રિસમસના બ્રેક દરમ્યાન બરફમાં મસ્તી કરીને વાતાવરણનો આનંદ ઉઠાવી રહી છે. આ પહેલાં પણ પ્રિયંકાએ પતિ નિક જોનસ સાથે ક્રિસમસ-સેલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરી હતી.


