Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પતિ અને સસરાએ સેલિનાને કાયદાકીય નોટિસ ફટકારીને માનહાનિનો કેસ કર્યો

પતિ અને સસરાએ સેલિનાને કાયદાકીય નોટિસ ફટકારીને માનહાનિનો કેસ કર્યો

Published : 01 June, 2026 10:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પીટર હાગના પરિવારનો દાવો છે કે તેમણે લાંબા સમય સુધી ઇરાદાપૂર્વક મૌન જાળવ્યું હતું જેથી વૈવાહિક જીવનના ખાનગી મુદ્દાઓ જાહેર તમાશો ન બને

સેલિના જેટલી

સેલિના જેટલી


સેલિના જેટલીનો છેલ્લા ઘણા સમયથી તેના પતિ પીટર હાગ સાથે છૂટાછેડા અને બાળકોની કસ્ટડીને લઈને કેસ ચાલી રહ્યો છે. સેલિનાએ પોતાના ઑસ્ટ્રિયન પતિ પર શારીરિક અને માનસિક ઉત્પીડન સહિત ૧૫ ગંભીર આરોપો લગાવ્યા હતા. હવે આ મામલામાં સેલિનાની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. હાલમાં તેને તેના પતિ અને સસરા તરફથી બે કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે જેમાં તેની પાસેથી જાહેરમાં માફી માગવાની પણ માગણી કરવામાં આવી છે. નોટિસમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે જો આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો સેલિના સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે સેલિનાના પતિ પીટર હાગ અને સસરા દ્વારા તેની સામે માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમણે સેલિના દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો વિરોધ કર્યો છે. રિપોર્ટ અનુસાર સેલિનાએ છેલ્લા કેટલાક દિવસોમાં પોતાનાં બાળકો તેમ જ પીટર હાગના પરિવાર વિશે જે ઇન્ટરવ્યુ આપ્યા હતા અને સોશ્યલ મીડિયા પર જે પોસ્ટ્સ કરી હતી એને લઈને આ કાનૂની નોટિસ મોકલવામાં આવી છે. પીટર હાગે મોકલેલી લીગલ નોટિસમાં તેણે પોતાનાં બાળકોના હિત અને તેમની પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી છે.



પીટર હાગના પરિવારનો દાવો છે કે તેમણે લાંબા સમય સુધી ઇરાદાપૂર્વક મૌન જાળવ્યું હતું જેથી વૈવાહિક જીવનના ખાનગી મુદ્દાઓ જાહેર તમાશો ન બને. જોકે તેમનું કહેવું છે કે સતત મીડિયા-ટ્રાયલ અને આરોપોને કારણે હવે તેઓ સત્તાવાર કાનૂની કાર્યવાહી કરવા માટે મજબૂર બન્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 June, 2026 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK