એક ઇન્ટરવ્યુમાં દીકરી દુઆ સાથેના બૉન્ડ વિશે વાત કરી દીપિકા પાદુકોણે
દીકરી દુઆ સાથે દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ ૨૦૨૪માં દીકરી દુઆ પાદુકોણ સિંહની મમ્મી બની હતી. હાલમાં એક ઇન્ટરવ્યુમાં દીપિકાએ દીકરી સાથેના પોતાના બૉન્ડિંગની વાત કરી છે. દીપિકાએ આ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે હવે તેની દીકરી જ તેનું સૌથી મોટું ઑબ્સેશન છે અને તે પોતાની દીકરીની જ દીવાની છે. એ પછી ઇન્ટરવ્યુમાં દીપિકાને જ્યારે તેની બૅગમાં રહેલી સૌથી વિચિત્ર વસ્તુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે દીપિકાએ જણાવ્યું કે થેપલાનો ટુકડો. એ પછી દીપિકાએ કહ્યું કે દુઆ થેપલાં ખાઈ રહી હતી અને એનો ટુકડો અચાનક મારી બૅગમાં પડી ગયો હતો. એ સિવાય દીપિકાએ એ પણ જણાવ્યું કે હાલમાં તેનું મનપસંદ ગીત નર્સરી રાઇમ ‘હેડ... શોલ્ડર... નીઝ ઍન્ડ ટોઝ’ છે.


