Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `હિન્દી ધુરંધર : ધ રિવેન્જ` ભારતીય બૉક્સ-ઑફિસ પર ૮૦૦ નૉટ આઉટ

`હિન્દી ધુરંધર : ધ રિવેન્જ` ભારતીય બૉક્સ-ઑફિસ પર ૮૦૦ નૉટ આઉટ

Published : 31 March, 2026 10:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મે બીજા વીક-એન્ડમાં કુલ ૧૬૪ કરોડની કમાણી કરીને એક ખાસ રેકૉર્ડ બનાવી લીધો

ફિલ્મની કુલ કમાણી થઈ ૮૧૩ કરોડ રૂપિયા

ફિલ્મની કુલ કમાણી થઈ ૮૧૩ કરોડ રૂપિયા


‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી રહી છે અને સતત નવા રેકૉર્ડ બનાવી રહી છે. ફિલ્મે પોતાના બીજા વીક-એન્ડમાં જ ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મે બીજા વીક-એન્ડમાં શુક્રવારથી રવિવાર દરમ્યાન કુલ ૧૬૪ કરોડ રૂપિયાની કમાણી કરીને હિન્દી સિનેમાના ઇતિહાસમાં વીક-એન્ડ 2માં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મનો ખિતાબ મેળવી લીધો છે. આ માટે તેણે ‘ધુરંધર’ (૧૪૬.૬૦ કરોડ રૂપિયા), ‘પુષ્પા 2’ (૧૨૮ કરોડ રૂપિયા) અને ‘છાવા’ (૧૦૯.૨૩ કરોડ રૂપિયા)ને પાછળ મૂકી દીધી છે.

‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે એવી ચોથી ફિલ્મ બની છે જેણે બીજા વીક-એન્ડમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ખાસ યાદીમાં ‘ધુરંધર’, ‘પુષ્પા 2’ અને ‘છાવા’ પહેલેથી સામેલ છે. આ રીતે ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ‘૮૦૦ નૉટ આઉટ’ રહીને નવા રેકૉર્ડ્સ કરતી આગળ વધી રહી છે.



કમાણીના રેકૉર્ડ્સ

સૌથી ઝડપી ૨૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૩૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૪૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૫૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૬૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૭૦૦ કરોડ રૂપિયા

સૌથી ઝડપી ૮૦૦ કરોડ રૂપિયા


 

વીક-એન્ડ 2ની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મો (હિન્દી)

ધુરંધર : ધ રિવેન્જ

૧૬૪ કરોડ રૂપિયા

ધુરંધર

૧૪૬.૬૦ કરોડ રૂપિયા

પુષ્પા 2

 ૧૨૮ કરોડ રૂપિયા

છાવા

૧૦૯.૨૩ કરોડ રૂપિયા


 

Whatsapp-channel Whatsapp-channel

31 March, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK