Dia Mirza support Fawad Khan: પાકિસ્તાની એક્ટર વાણી કપૂર સાથેની ફિલ્મ `અબીર ગુલાલ` સાથે બોલિવૂડમાં કમબૅકની તૈયારી કરી રહ્યો છે ત્યારે જ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ થઈ રહી છે; દિયા મિર્ઝાએ આપી પ્રતિક્રિયા
ફવાદ ખાન, દિયા મિર્ઝા
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)ની અસર બૉલિવૂડ પર પણ થઈ છે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન (Fawad Khan) ફિલ્મ `અબીર ગુલાલ` (Abir Gulaal)થી ભારત (India)માં કમબૅકની તૈયારી કરી રહ્યો છે, પરંતુ મંગળવારના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, દેશભરમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ થઈ રહી છે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ સામે વિવિધ વર્ગો તરફથી અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન અભિનેત્રી દિયા મિર્ઝા (Dia Mirza)એ ફવાદને ટેકો આપ્યો (Dia Mirza support Fawad Khan) અને કલાને નફરત સાથે ન ભેળવવાની માંગ કરી. જોકે અભિનેત્રીએ હવે સ્પષ્ટતા કરી છે કે, આવું તેણે હુમલા પહેલા આપેલા ઇન્ટવ્યુમાં કહ્યું હતું, આ વીડિયો જુનો છે.
તાજેતરમાં અભિનેત્રી દિયા મિર્ઝાનો એક ઇન્ટવ્યુ વાયરલ થયો છે. જેમાં દિયાએ ફવાદ ખાનને ટેકો આપ્યો અને કહ્યું કે, આપણે કલા અને રમતગમતને આ બાબતો સાથે ભેળવવા જોઈએ નહીં. તેને આશા છે કે બૉલિવૂડ ભવિષ્યમાં પાકિસ્તાન (Pakistan) સાથે વધુ નજીકથી કામ કરશે. ફવાદ ખાન પર પ્રતિબંધની માંગણીના પ્રશ્ન પર દિયાએ કહ્યું હતું કે, `આ એક રાજકીય પ્રશ્ન છે. કલાકારો પર પ્રતિબંધ મૂકવાની પરિસ્થિતિઓ સંપૂર્ણપણે રાજકીય મુદ્દો છે. હું હંમેશા માનતી આવી છું કે કલા શાંતિ અને સુમેળનું માધ્યમ છે અને રહેવી જોઈએ. આપણે ક્યારેય કલા અને રમતગમતને નફરત સાથે ગૂંચવવા કે મિશ્રિત થવા દેવા જોઈએ નહીં. ફવાદ ફરીથી ફિલ્મમાં છે તે સારી વાત છે, તમે જાણો છો કે આપણે ટૂંક સમયમાં જોઈશું. મને આશા છે કે આનાથી બંને દેશોને સાથે કામ કરવાની વધુ તકો મળશે.`
ADVERTISEMENT
જોકે, હવે અભિનેત્રી દિયા મિર્ઝાએ આ મામલે સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે, તેણે પહેલગામ હુમલા પહેલા આ નિવેદન આપ્યું હતું.
દિયા મિર્ઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી લખીને સ્પષ્ટતા કરી હતી કે ફવાદના સમર્થનમાં તેનું નિવેદન આતંકવાદી હુમલાના ઘણા સમય પહેલા આપવામાં આવ્યું હતું. તેણીએ લખ્યું, ‘મીડિયાના સભ્યોને વિનંતી છે કે તેઓ તથ્યોને ખોટી રીતે રજૂ કરવાનું બંધ કરે. મેં ૧૦ એપ્રિલના રોજ મારી એક ફિલ્મ માટે એક ઇન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં મેં એક અવતરણ ટાંક્યું હતું, જે આ ભયાનક આતંકવાદી હુમલાના ઘણા સમય પહેલા બનાવવામાં આવ્યું હતું. હવે મારા અવતરણને અઠવાડિયા પછી ફેલાવવાનું બંધ કરો અને તે પણ કોઈપણ સંદર્ભ વિના. આ અનૈતિક અને અત્યંત અપમાનજનક છે.’
તમને જણાવી દઈએ કે, `અબીર ગુલાલ`એ ફવાદ ખાનની બૉલિવૂડમાં કમબેક ફિલ્મ છે. ગુરુવારે ભારતના માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (Federation of Western India Cine Employees - FWICE)એ ભારતીય ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગમાં તમામ પાકિસ્તાની કલાકારો, ગાયકો અને ટેકનિશિયનો સાથે સંપૂર્ણ અસહકારની વિનંતી કર્યા પછી આ પગલું ભરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.
ફવાદ ખાન છેલ્લે વર્ષ ૨૦૨૬માં કરણ જોહર (Karan Johar)ની ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ (Ae Dil Hai Mushkil)માં જોવા મળ્યો હતો. ફિલ્મની રિલીઝ સમયે, પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી અને દેશભરમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે અભિનેતાની ફિલ્મ રિલીઝ થઈ હતી, પરંતુ તેને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો ન હતો.

