એકતા કપૂરે બૉલીવુડના પાર્ટી-કલ્ચર અને સેલિબ્રિટી લાઇફની હકીકત શૅર કરી
એકતા કપૂર
ટીવી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીની જાણીતી પ્રોડ્યુસર એકતા કપૂરે હાલમાં એક પૉડકાસ્ટ દરમ્યાન બૉલીવુડના પાર્ટી-કલ્ચર અને સેલિબ્રિટીઝની લાઇફ વિશે કેટલીક અજાણી હકીકતો શૅર કરી છે.
બૉલીવુડના વર્ક-કલ્ચર વિશે વાત કરતાં એકતાએ કહ્યું હતું કે ‘બૉલીવુડમાં ખૂબ પાર્ટીઓ થાય છે એ વાત સંપૂર્ણ ખોટી છે. ટીવી-ઇન્ડસ્ટ્રીમાં બૉલીવુડ કરતાં વધુ પાર્ટી-કલ્ચર જોવા મળે છે. પહેલાંના સમયમાં જ્યારે સોશ્યલ મીડિયા નહોતું ત્યારે લોકો થોડું ડ્રિન્ક કરતા, શાયરી કરતા અને મજા કરતા; પરંતુ હવે બધું ઘણું બોરિંગ થઈ ગયું છે. લોકો વહેલા સૂઈ જાય છે અને થોડા ડિપ્રેસ્ડ લાગે છે.’
ADVERTISEMENT
એકતાએ પૉડકાસ્ટમાં સેલિબ્રિટી-લાઇફ વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે ‘લોકો જે રીતે સેલિબ્રિટીની લાઇફને ગ્લૅમરસ અને વાઇલ્ડ માને છે, હકીકતમાં એવું કંઈ નથી. સેલિબ્રિટી પોતાના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અને ખૂબ પ્રાઇવેટ અને સાદી જિંદગી જીવે છે. લોકોને લાગે છે કે અહીં ઐયાશી થાય છે, પરંતુ મેં ક્યારેય એવું જોયું નથી. આ સિવાય એક બીજી પણ માન્યતા છે કે કોઈ પાર્ટીમાં જવાથી કામ મળી જાય છે એ વાત પણ ખોટી છે. જે વ્યક્તિ ફિલ્મમાં કરોડો રૂપિયા લગાડે છે તે માત્ર પાર્ટીમાં આવવાને આધારે તમને કામ કેમ આપશે?’
