છેતરપિંડીના આરોપસર આ કૉલ-સેન્ટરમાં કામ કરતા ૧૩ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
ગોરેગામ-ઈસ્ટના વિહાન કમર્શિયલ કૉમ્પ્લેકસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડીને બોગસ કૉલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. છેતરપિંડીના આરોપસર આ કૉલ-સેન્ટરમાં કામ કરતા ૧૩ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમેરિકાના નાગરિકોને ઍન્ટિ-વાઇરસ સૉફ્ટવેર રિન્યુ કરવા માટે જાળમાં ફસાવવામાં આવતા હતા. રિન્યુઅલ માટે એક ટોલ-ફ્રી નંબર આપવામાં આવતો હતો જેના પર ફોન કરનારને ૨૫૦થી ૫૦૦ ડૉલરનું ગિફ્ટ કાર્ડ ખરીદવા માટે દબાણ કરવામાં આવતું. આ રીતે મળેલા પેમેન્ટને આરોપીઓ ક્રિપ્ટોકરન્સીમાં ફેરવતા હતા.’
છેલ્લાં બે વર્ષથી આ રીતે બોગસ કૉલ-સેન્ટર ચલાવતા બે માલિકો, એક મૅનેજર અને ૧૦ એજન્ટની પોલીસે ધરપકડ કરી છે. કૉલ-સેન્ટર ચલાવતા બન્ને માલિકો હાઇલી ક્વૉલિફાઇડ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

