દિલ્હીના ૬૨ વર્ષના પુરુષે દાદર રેલવે-સ્ટેશન પર ૧૯ વર્ષની યુવતીની છેડતી કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
દિલ્હીના ૬૨ વર્ષના પુરુષે દાદર રેલવે-સ્ટેશન પર ૧૯ વર્ષની યુવતીની છેડતી કરી હતી. આ હરકત બદલ દાદર રેલવે પોલીસે આરોપી પુરુષની ધરપકડ કરી છે. પોલીસે આપેલી માહિતી મુજબ શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે કલ્યાણ-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) ફાસ્ટ ટ્રેનમાં જનરલ ડબ્બામાં યુવતી તેના મિત્ર સાથે મુસાફરી કરી રહી હતી. તે દાદર ઊતરી ત્યારે આરોપી પુરુષે ખરાબ રીતે યુવતી સાથે અડપલાં કર્યાં હતાં. યુવતીએ ટ્રેનમાંથી ઊતરીને દાદર રેલવે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે એ જ દિવસે દાદર રેલવે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

