સંદીપે તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેનો જમણો હાથ કોણીથી કાંડા સુધી સંપૂર્ણપણે બૅન્ડેજથી ઢંકાયેલો છે.
અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન હાલમાં એક ઍક્સિડન્ટનો ભોગ બન્યો
અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન હાલમાં એક ઍક્સિડન્ટનો ભોગ બનવાને કારણે અંધેરીની કોકિલાબેન હૉસ્પિટલમાં ઍડ્મિટ છે. આ કપલના મિત્ર ફિલ્મમેકર સંદીપ સિંહે સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે કે અકસ્માતે વિકીના જમણા હાથમાં કાચના અનેક ટુકડા ઘૂસી ગયા હતા જેને લીધે તેને ૪૫ ટાંકા આવ્યા છે. સંદીપે તસવીરો પણ પોસ્ટ કરી છે જેમાં તેનો જમણો હાથ કોણીથી કાંડા સુધી સંપૂર્ણપણે બૅન્ડેજથી ઢંકાયેલો છે. આ તસવીરોમાં વિકીની પત્ની અંકિતા તેની કાળજી લઈ રહી છે.

