હર્ષવર્ધનનો ચહેરો રણબીર કપૂર અને હૃતિક રોશનના કૉમ્બિનેશન જેવો હોવાની ચર્ચા
યશવર્ધન આહુજા, સુનીતા આહુજા
ગોવિંદા અને સુનીતા આહુજાનો દીકરો યશવર્ધન હાલમાં તેના ડેબ્યુને લઈને ચર્ચામાં છે. સમાચાર છે કે ૨૦૨૫માં યશવર્ધન આહુજા સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કરશે. તાજેતરમાં યશવર્ધન મમ્મી સુનીતા સાથે ઍરપોર્ટ પર જોવા મળ્યો હતો. એ પહેલાં પણ તે ગોવિંદા સાથે એક રિયલિટી શોમાં ગેસ્ટ તરીકે જોવા મળ્યો હતો. જોકે હાલમાં યશવર્ધનની ટૅલન્ટ કરતાં તેનો લુક વધારે ચર્ચામાં છે.
હાલમાં વૅલેન્ટાઇન્સ વીક-એન્ડ પર ગોવિંદાની પત્ની સુનીતા દીકરા સાથે જોવા મળી હતી. એ દરમ્યાન યશવર્ધને ગોળ ફ્રેમવાળાં ચશ્માં પહેર્યાં હતાં. તેના આકર્ષક લુકને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. કેટલાક લોકોએ કહ્યું કે તેનો ચહેરો બૉલીવુડના બે હાર્ટ-થ્રોબ રણબીર કપૂર અને હૃતિક રોશનના કૉમ્બિનેશન જેવો લાગે છે. જોકે કેટલાક લોકોને તો તે પોતાનાં મમ્મી-પપ્પા ગોવિંદા અને સુનીતાની કાર્બન કૉપી જેવો લાગે છે.

