હર્ષવર્ધન રાણે ફોર્સ 3 માં જોન અબ્રાહમ સાથે જોડાયા છે. એક્શન ફિલ્મ માટે કાસ્ટિંગ મજબૂત બનતા અભિનેતાએ સોશિયલ મીડિયા પર આ સમાચારની પુષ્ટિ કરી.
હર્ષવર્ધન રાણે- જૉન એબ્રાહમ
હર્ષવર્ધન રાણેની લેટેસ્ટ ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ને પ્રમાણમાં સારો પ્રતિસાદ મળ્યો છે ત્યારે રિપોર્ટ છે કે તેને જૉન એબ્રાહમની ‘ફોર્સ 3’માં દમદાર રોલ માટે સાઇન કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં ફિલ્મનું ઑફિશ્યલ એલાન થયું હતું અને એમાં જૉન એબ્રાહમ સાથે મીનાક્ષી ચૌધરીને પહેલાં જ સાઇન કરી લેવામાં આવી હતી. હર્ષવર્ધને પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં આ વાતની જાહેરાત કરીને તસવીર પોસ્ટ કરી હતી. હર્ષવર્ધને આ તસવીર સાથે લખ્યું હતું કે ‘હું આ સમયે ફક્ત જૉનસરનો આભાર માનવા સિવાય બીજું કંઈ કરી શકતો નથી. ઉપરવાળા સૌનો આભાર જેણે આ શક્ય બનાવ્યું.’


