ફિલ્મના ડિરેક્ટર મિલાપ ઝવેરીની નવી ઍક્શન ફિલ્મમાં કામ કરવાની તક મળી
હર્ષવર્ધન રાણે
હર્ષવર્ધન રાણેની લેટેસ્ટ ફિલ્મ ‘એક દીવાને કી દીવાનિયત’ બૉક્સ-ઑફિસ પર પ્રમાણમાં સારો દેખાવ કરી રહી છે ત્યારે લીડ ઍક્ટર હર્ષવર્ધન રાણેને આ વાતનો ફાયદો થયો છે. આ ફિલ્મની સફળતાને પગલે હર્ષવર્ધનને ‘એક દીવાને કી દીવાનિયત’ના ડિરેક્ટર મિલાપ ઝવેરીની આગામી ઍક્શન ફિલ્મ માટે સાઇન કરી લેવામાં આવ્યો છે.
હર્ષવર્ધન રાણેએ સોશ્યલ મીડિયા પર પોતાની એક તસવીર પોસ્ટ કરીને કૅપ્શન લખી છે કે ‘મને મિલાપસરની સ્ક્રિપ્ટ પર પૂરો વિશ્વાસ છે. જો તેઓ મને કોઈ વાર્તા આપશે તો હું વિચાર્યા વિના સાઇન કરી દઈશ.’
ADVERTISEMENT
હર્ષવર્ધનની આ પોસ્ટ પર ડિરેક્ટર મિલાપ ઝવેરીએ પણ તરત જ પ્રતિક્રિયા આપી અને કહ્યું, ‘મેં તો ઑફર આપી દીધી છે મારા મિત્ર! અને જવાબ તો ‘હા’ જ રહેશે.’


