તેમની અંતિમવિધિ શનિવારે કરવામાં આવી હતી
જિમી શેરગિલ પિતા સાથે
ઍક્ટર જિમી શેરગિલના પિતા સરદાર સત્યજિત સિંહ શેરગિલનું શનિવારે ૯૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમની અંતિમવિધિ શનિવારે કરવામાં આવી હતી અને હવે ભોગ તેમ જ અંતિમ અરદાસ જેવી વિધિ આજે સાંજે ૪.૩૦થી ૫.૩૦ વાગ્યા વચ્ચે સાંતાક્રુઝ-વેસ્ટમાં આવેલા ગુરુદ્વારામાં થશે. પંજાબી સિખ પરિવારના સરદાર સત્યજિત સિંહ શેરગિલ વરિષ્ઠ કલાકાર હતા અને તેમનો શોખ ચિત્રકળા હતો તેમ જ તેમણે કળાના ક્ષેત્રે ભારે નામના મેળવી હતી.

