° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


અંકિતા લોખંડેના લગ્ન પ્રસંગે આ રીતે પહોંચી કંગના રણોત, જુઓ તસવીર

15 December, 2021 07:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક્ટ્રેસ જેટલી સુંદર રીતે ટ્રેડિશનલ અટાયર કૅરી કરે છે, એટલા જ સ્વેગ અને એટિટ્યૂડ સાથે બૉલ્ડ સિલ્હૂટ્સ પણ પહેરે છે. કંગનાની આ સ્ટાઇલ તેને અન્ય લોકો કરતા જુદી તારવે છે.

કંગના રણોત (ફાઇલ તસવીર)

કંગના રણોત (ફાઇલ તસવીર)

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના રણોત એ હસીનાઓમાંની એક છે જેને મોટા ભાગે ઇન્ડિયન અટાયર્સ પહેરવા પસંદ છે, પણ પોતાના કોઈપણ ઇવેન્ટ કે પાર્ટીમાં હસીના વેસ્ટર્ન ક્લોદ્સને પહેલા પ્રાથમિકતા આપે છે. એક્ટ્રેસ જેટલી સુંદર રીતે ટ્રેડિશનલ અટાયર કૅરી કરે છે, એટલા જ સ્વેગ અને એટિટ્યૂડ સાથે બૉલ્ડ સિલ્હૂટ્સ પણ પહેરે છે. કંગનાની આ સ્ટાઇલ તેને અન્ય લોકો કરતા જુદી તારવે છે. આવું જ કંઇક અંકિતા લોખંડેના લગ્ન પ્રસંગો દરમિયાન પણ જોવા મળ્યું, જ્યારે અભિનેત્રીએ ઇન્ડિયન સ્ટાઇલમાં પહોંચીને દરેકનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. 

બ્લૂ શેડવાળો લહેંગો
તાજેતરમાં જ કંગના રણોતે પોતાના સોશિયલ મીડિયા પર કેટલીય સુંદર તસવીરો શૅર કરી હતી, જેમાં તે રાજકુમારી જેવી લાગે છે. હકિકતે અભિનેત્રી પોતાની મિત્ર અને ટેલિવીઝન એક્ટ્રેસ અંકિતા લોખંડેના લગ્ન પ્રસંગ દરમિયાન કૅરી કર્યો હતો, જેમાં તેણે બ્લૂ શેડનો લહેંગો ચોલી પહેર્યો હતો. અભિનેત્રીએ લહેંગાને ક્લોથિંગ લેબલ JJ Valayaના કલેક્શનમાંથી પિક કર્યો હતો, જેની સાથે તેણે હેવી જ્વેલરી પરફેક્ટ દેખાતી હતી.

થ્રેડ એમ્બ્રૉઇડરીથી ડિઝાઇન થયો લહેંગો
આ ડીપ ઇંડિગો બ્લૂ શેડના લહેંગા પર ઝીણું થ્રેડ વર્કનું કામ દેખાય છે. જે રેડ, સિલ્વર, યેલ્લો અને બ્લૂ શેડની થ્રેડ એમ્બ્રોઇડરી તરીકે કરવામાં આવ્યું હતું. તો તેની ઉપર કરવામાં આવેલું સીક્વેન્સ વર્ક તેના લૂકમાં બ્લિંગ ઇફેક્ટ ક્રિએટ કરવાનું કામ કરતો હતો. આ ફ્લોરલેન્થ સ્કર્ટ પર હેવી એમ્બ્રૉઇડરી બેલ્ટ એડ કરવામાં આવ્યો હતો, તો હેમલાઇન પર પાતળી ગોટા પટ્ટી એડ કરવામાં આવી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

ડીપ ચોલીએ વધાર્યો ઉફ્ફ ફેક્ટર
તસવીરમાં અંકિતા લોખંડે અને વિકી જૈન સાથે કંગના તે જ આઉટફીટમાં જોવા મળે છે. તેના લહેંગાની સાથે પહેરેલી ચોલીમાં ડીપ V નેકલાઇન તેના લૂકમાં બૉલ્ડનેસનો ઉમેરો કરે છે. સ્લીવલેસ ચોલી પર મલ્ટીકલર થ્રેડ એમ્બ્રૉઇડરી સાથે હેમલાઇન પર સીક્વેન્સ વર્કની પાતળી પટ્ટી જોડવામાં આવી હતી. ક્રૉપ ચોલીમાં કંગના પોતાનો ટોન્ડ મિડરિફ હાઇલાઇટ કરે છે. તો આ લહેંગા ચોલી સાથે તેણે જે દુપટ્ટો કૅરી કર્યો હતો, તેના પર ઝરી વર્કની પટ્ટી એડ કરવામાં આવી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kangana Thalaivii (@kanganaranaut)

જ્વેલરી હતી સૌથી અટ્રેક્ટિવ
કંગનાએ પોતાના આ લૂકમાં સ્ટાઇલ કોશંટ વધારવા માટે હેવી જ્વેલરી કૅરી કરી હતી. જેમાં અભિનેત્રીએ ગળામાં હેવી જડાઉ ગોલ્ડ નેકલેસ, માથા પટ્ટી, મેચિંગ એરિંગ્સ અને હાથમાં બ્રેસલેટ્સ પહેર્યા હતા. તો મેકઅપ માટે શિમરી ગોલ્ડન આઇશૅડો, ન્યૂડ પિંક લિપ્સ, મસ્કારા, બ્લશ્ડ ચીક્ર, બીમિંગ હાઇલાઇટર સાથે વાળને સ્લીક બનમાં સ્ટાઇલ કર્યો હતો, જેમાં હૅર એક્સેસરીઝ તેના લૂકને ખૂબ જ સ્ટાઇલિશ બનાવતી હતી

15 December, 2021 07:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ગુજરાતી ગીતકાર સંજય છેલના આ ગીતનું શિલ્પા શેટ્ટીની ફિલ્મમાં થશે રિક્રિએશન

શિલ્પા શેટ્ટી અને અભિમન્યુ દાસાની ફિલ્મ `નિકમ્મા` સિનેમામાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ નિર્માતાઓએ 2002 માં રિલીઝ થયેલા હિટ ગીત `નિકમ્મા કિયા ઇસ દિલ ને` ગીતને રિક્રિએટ કર્યું છે.

18 May, 2022 08:24 IST | Mumbai | Nirali Kalani
બૉલિવૂડ સમાચાર

દિલ્હીના આ હેન્ડસમ છોકરા પર આવી ગયું કંગના રનૌતનું દિલ, બધાની સામે કરી કિસ

આ અલગ સ્ટાઈલ જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે

18 May, 2022 07:51 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

કંગનાએ કપિલના શૉમાં રમુજી હરકત કરી આ સ્ટાર કિડીની ઉડાવી મજાક, જુઓ વીડિયો

તાજેતરમાં જ કંગના રનૌત તેની આગામી ફિલ્મ `ધાકડ`ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી હતી જ્યાં અભિનેત્રીએ ખૂબ જ મસ્તી કરી હતી.

18 May, 2022 06:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK