‘નવપરિણીત કૅટરિના કૈફ અને વિકી કૌશલે સ્વાદિષ્ટ દેશી ઘીના લાડુ મોકલ્યા છે. એ બદલ તેમનો આભાર અને સાથે જ તેમને શુભકામનાઓ.’

ગપસપ
કૅટરિના કૈફ અને વિકી કૌશલ તેમનાં લગ્ન બાદ ઇન્ડસ્ટ્રીના લોકોને ગિફ્ટ મોકલી રહ્યાં છે. કંગના રનોટને પણ આ ગિફ્ટ મળતાં તેણે કૅટરિના અને વિકીનો આભાર માન્યો છે. રાજસ્થાનના ૭૦૦ વર્ષ જૂના સવાઈ માધોપુરના ઐતિહાસિક સિક્સ સેન્સિસ ફોર્ટ બરવારામાં બન્નેએ શાહી લગ્ન કરી લીધાં છે અને ટૂંક સમયમાં જ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવાના છે. કૅટરિના અને વિકીએ મોકલેલી ગિફ્ટનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘નવપરિણીત કૅટરિના કૈફ અને વિકી કૌશલે સ્વાદિષ્ટ દેશી ઘીના લાડુ મોકલ્યા છે. એ બદલ તેમનો આભાર અને સાથે જ તેમને શુભકામનાઓ.’
કંગના રનોટ અને નવાઝુદ્દીન સિદ્દીકી ગપસપ કરતાં જોવા મળ્યાં હતાં. આ બન્ને ‘ટીકુ વેડ્સ શેરુ’ના સેટ પર બેઠાં છે. કંગના આ ફિલ્મને પોતાના પ્રોડક્શન હાઉસના બૅનર હેઠળ બનાવી રહી છે. કંગના પોતાની ફિલ્મોની માહિતી સોશ્યલ મીડિયા પર હંમેશાં શૅર કરતી રહે છે. ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી અને અવનીત કૌર લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થવાની છે. નવાઝુદ્દીન સિદ્દીકી સાથે વાતચીત કરતો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી કે ‘નવાઝુદ્દીન સિદ્દીકી સર સાથે ‘ટીકુ વેડ્સ શેરુ’ના સેટ પર ગપસપ કરી રહી છું.’