`કુછ કુછ હોતા હૈ`ની રિલીઝને ૨૭ વર્ષ પૂરાં થયાં એટલે કરણ જોહરે શૂટિંગ સમયની તસવીરો શૅર કરતાં સોશ્યલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે આવો સવાલ
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
૧૯૯૮માં ૧૬ ઑક્ટોબરે રિલીઝ થયેલી ‘કુછ કુછ હોતા હૈ’ને ગઈ કાલે ૨૭ વર્ષ પૂરાં થયાં એ પ્રસંગે ડિરેક્ટર કરણ જોહરે આ ફિલ્મની યાદગાર ક્ષણોને સોશ્યલ મીડિયા પર તસવીરો દ્વારા શૅર કરી હતી અને કહ્યું હતું કે ફિલ્મનો સેટ પ્રેમ, મજાક અને ખુશીથી ભરપૂર હતો. જોકે આ તસવીરોમાં ફિલ્મમાં અમનનો રોલ કરનાર સલમાન ખાનની એક પણ તસવીર નથી જેને કારણે સોશ્યલ મીડિયા પર લોકો આમાં સલમાન ખાન ક્યાં છે એવો સવાલ કરી રહ્યા છે.

