કરીના કપૂર ખાનના આ સ્પષ્ટ એકરારનો જૂનો વિડિયો ફરી ચર્ચામાં આવ્યો છે
કરીના કપૂર ખાન
હાલમાં અનેક સેલિબ્રિટીઓ સોશ્યલ મીડિયા પર પોતાના રોજાની જાહેરાત કરી રહ્યા છે ત્યારે કરીના કપૂર ખાનનો એક જૂનો વિડિયો ચર્ચામાં છે જેમાં તેણે જણાવ્યું છે કે તે રોજા રાખતી નથી. કરીનાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા બાદ પોતાના નામમાં ખાન સરનેમ લગાવી છે, પણ તે રમઝાન મહિનામાં રોજા રાખતી નથી અને આ વાતનો ખુલાસો તેણે એક ઇન્ટરવ્યુ દરમ્યાન કર્યો હતો આ ઇન્ટરવ્યુમાં કરીના કપૂરે કહ્યું હતું કે ‘હું રોજા રાખતી નથી, કારણ કે આજે પણ મને એનાં યોગ્ય રીત-રિવાજોની સંપૂર્ણ જાણકારી નથી અને હું કંઈ ખોટું કરવા નથી માગતી. મારાં લગ્ન મુસ્લિમ પરિવારમાં થયાં છે. મારા પતિ સૈફ અલી ખાન રોજા રાખે છે, પરંતુ તેમણે ક્યારેય મને આ માટે દબાણ કર્યું નથી. હું દિવસના ૨૪ કલાક કંઈક ને કંઈક ખાતી જ રહું છું. મને ખૂબ જ ભૂખ લાગે છે એટલે હું રોજા રાખી શકતી નથી.’
