કરીના કપૂર કહે છે કે તે રોજ ભોજનમાં ખીચડી ખાઈ શકે છે
કરીના કપૂર
કરીના કપૂર વધતી વયે પોતાની ખૂબસૂરતી જાળવી રાખે છે. હાલમાં કરીનાએ સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકરના નવા પુસ્તક ‘ધ કૉમન સેન્સ ડાયટ’ના બુક-લૉન્ચિંગમાં હાજરી આપી હતી. અહીં કરીનાએ વાતચીત દરમ્યાન પોતાના કમ્ફર્ટ ફૂડ વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે ‘ખીચડી એવી વાનગી છે જે ખાધા વગર હું રહી નથી શકતી અને જો મને રોજ જમવામાં ખીચડી આપવામાં આવે તો પણ હું હોંશે-હોંશે એ ખાવાનું પસંદ કરું. ખીચડી રાઇસ અને દાળમાંથી બનાવવામાં આવતી વાનગી છે. એમાં અલગ-અલગ દાળ વાપરીને સ્વાદમાં વૈવિધ્ય લાવી શકાય છે.’
ઇન્ટરવ્યુ દરમ્યાન પોતાના ખીચડીપ્રેમ વિશે જણાવતાં કરીનાએ કહ્યું હતું કે ‘ખીચડી મારું કમ્ફર્ટ ફૂડ છે. જો મને બે-ત્રણ દિવસ સુધી ખીચડી ખાવા ન મળે તો મને ક્રેવિંગ થવા માંડે છે અને હું ગમે તેમ કરીને ખીચડી ખાવાની વ્યવસ્થા કરી લઉં છું. હું ઋજુતાને મેસેજ કરીને કહું છું કે હું ખીચડી ન ખાઉં તો સૂઈ નથી શકતી. હું ખીચડી વગર જીવી ન શકું.’

