કરિશ્માએ પોતાના આ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી
સારા અર્જુન, કરિશ્મા કપૂર
બૉલીવુડની ૯૦ના દાયકાની ટોચની ઍક્ટ્રેસ કરિશ્મા કપૂર આજે પણ પોતાના લુક અને સ્ટાઇલથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં તે રિયલિટી શો ‘ઇન્ડિયન આઇડલ 16’ના ગોલ્ડન જ્યુબિલી એટલે કે ૫૦મા એપિસોડમાં પહોંચી હતી, જ્યાં ગોલ્ડન ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કરિશ્માએ પોતાના આ લુકની તસવીરો સોશ્યલ મીડિયામાં શૅર કરી, પણ એ પછી કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે કરિશ્માએ આ ડ્રેસ પહેરીને ‘ધુરંધર’ ગર્લ સારા અર્જુનના લુકની કૉપી કરી છે. હકીકતમાં કરિશ્માએ જે ડ્રેસ પહેર્યો હતો એ સારાએ ‘ધુરંધર : ધ રિવેન્જ’ની સફળતા પાર્ટીમાં પહેરેલા ગોલ્ડન ડ્રેસ સાથે સારી એવી સામ્યતા ધરાવતો હતો જેના કારણે હવે બન્નેના લુકની સરખામણી થઈ રહી છે.
