કાર્તિક આર્યને હાલમાં અલીબાગમાં ચેટો ડી અલીબાગ પ્રોજેક્ટમાં ૨૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હોવાના રિપોર્ટ છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને હાલમાં અલીબાગમાં ચેટો ડી અલીબાગ પ્રોજેક્ટમાં ૨૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હોવાના રિપોર્ટ છે. પોતાના આ નવા રોકાણ વિશે વાત કરતાં કાર્તિકે કહ્યું કે ‘અલીબાગ આજે રોકાણ માટે સૌથી આકર્ષક સ્થળોમાંનું એક બની ગયું છે. હું ત્યાં મારું પોતાનું ઘર બનાવવાનું આયોજન કરું છું. મેં પહેલી વાર જમીનમાં રોકાણ કર્યું છે અને હું આ રોકાણ કરીને ખુશ છું.’
આ પહેલાં ૨૦૨૪માં અમિતાભ બચ્ચને અલીબાગમાં ૧૦,૦૦૦ સ્ક્વેર ફુટની જમીન ૧૦ કરોડ રૂપિયામાં ખરીદી હતી. આ પછી ક્રિતી સૅનને પણ અલીબાગમાં ૨૦૦૦ સ્ક્વેર ફુટનો પ્લૉટ ખરીદ્યો હતો. આ સ્ટાર્સ સિવાય શાહરુખ ખાન પણ અલીબાગમાં એક ઘર ધરાવે છે.

