સનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી કરતી વખતે શરૂઆતમાં થોડાક નર્વસ થવું સ્વાભાવિક છે
ફાતિમા સના
આગામી મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનની કૅપ્ટન ફાતિમા સના ભારતના લેજન્ડ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આદર્શ માને છે અને તેની જેમ કૅપ્ટન-કૂલ બનવા માગે છે. ૩૦મી સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકાની સયુંક્ત યજમાનીમાં શરૂ થનારા વન-ડે વર્લ્ડ કપ માટે તૈયારીમાં વ્યસ્ત સનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં કૅપ્ટન્સી કરતી વખતે શરૂઆતમાં થોડાક નર્વસ થવું સ્વાભાવિક છે, પણ આવા સમયે હું કૅપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી પ્રેરણા લઉં છું. મેં ભારત અને ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન તરીકે તેની મૅચો જોઈ છે. મેદાન પર તેની નિર્ણય લેવાની ક્ષમતા, શાંત સ્વભાવ અને તે જે રીતે પોતાના ખેલાડીઓને સપોર્ટ કરે છે એમાંથી ઘણું શીખવા જેવું છે. મને જ્યારે કૅપ્ટન્સી મળી ત્યારે મેં વિચારી લીધું હતું કે મારે ધોની જેવું બનવું છે. મેં તેનાં ઇન્ટરવ્યુ પણ જોયાં અને ઘણું શીખવા મળ્યું.’

