Kiara Advani and Sidharth Malhotra welcome baby girl: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ઇન્સ્ટાગ્રામ કાઉન્ટ પર દીકરીના આગમનની સત્તાવાર પુષ્ટિ કરી; કપલે સુંદર પોસ્ટ સાથે આ સમાચાર શૅર કર્યા
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાનું સ્પેશ્યલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ
બોલિવૂડ (Bollywood) સ્ટાર કપલ કિયારા અડવાણી (Kiara Advani) અને સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra)ના જીવનમાં અભિનંદનની વર્ષા થઈ રહી છે. કપલના ઘરે લક્ષ્મીજીનું આગમન થયું છે. હવે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ દીકરીના જન્મની (Kiara Advani and Sidharth Malhotra welcome baby girl) ખુશી ઓફિશ્યલ પોસ્ટ દ્વારા વ્યક્ત કરી છે.
સોશ્યલ મીડિયા (Social Media) હેન્ડલ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના ચાહકો, મિત્રો અને અનુયાયીઓ સાથે ખુશખબર શૅર કરી છે. તેમણે સંયુક્ત નિવેદનમાં લખ્યું હતું કે, ‘અમારા હૃદય ભરાઈ ગયા છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમને એક બાળકીનો આશીર્વાદ મળ્યો છે.’
ADVERTISEMENT
View this post on Instagram
આ પોસ્ટમાં કિયારા અને સિદ્ધાર્થ બંનેએ છેલ્લે તેમના નામ પણ લખ્યા છે. પોસ્ટમાં સુંદર હૃદય આકારના ફુગ્ગાઓ અને તારાઓ સાથે ગુલાબી બૅકગ્રાઉન્ડ છે.
બોલિવૂડ કપલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ બુધવારે સવારે પોસ્ટ દ્વારા દીકરીના આગમનની સહુને જાણ કરી છે. જોકે, ગઈકાલે મોડી સાંજથી જ મીડિયામાં ખબર પડી ગઈ હતી કે, કિયારા અને સિદ્ધાર્થ દિકરીના માતા-પિતા બન્યા છે. જોકે, કિયારા અને સિદ્ધાર્થએ બાળકીના નામ કે તેની જન્મ તારીખ વિશે કોઈ વિગતો આપી ન હતી.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના આ પોસ્ટ પર બોલિવૂડના ઘણા સેલેબ્ઝે તેમને શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ ફેન્સ તેમનું ‘ગર્લ પેરેન્ટ ક્લબ’માં સ્વાગત કરી રહ્યાં છે. ફેન્સે ધ્યાન દોર્યું કે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ (Student Of The Year) સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેના કો-એક્ટર્સ, આલિયા ભટ્ટ (Alia Bhatt) અને વરુણ ધવન (Varun Dhawan) સાથે એક રસપ્રદ લિંક શેર કરી. ટ્વીટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં ઉજવણી કરવામાં આવી હતી કે, ત્રણેય કલાકારો જેમણે એકસાથે ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું, તેઓ બધા બાળકીઓના ગર્વિત માતાપિતા છે.
મીડિયા અહેવાલો પ્રમાણે, કિયારા અડવાણીને તેની ડિલિવરીની તારીખના બે દિવસ પહેલા મુંબઈ (Mumbai)ના ગિરગાંવ (Girgaon)માં આવેલી એચએન રિલાયન્સ હોસ્પિટલ (Sir H. N. Reliance Foundation Hospital and Research Centre)માં દાખલ કરવામાં આવી હતી. એક અહેવાલ મુજબ, કિયારા અડવાણીની ડિલિવરી નોર્મલ થઈ હતી અને માતા અને બાળક બંને સ્વસ્થ છે.
નોંધનીય છે કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા પહેલી વાર તેમની ફિલ્મ `લસ્ટ સ્ટોરીઝ` (Lust Stories)ની આફ્ટર-પાર્ટીમાં મળ્યા હતા. તેમની વચ્ચે દોસ્તી પછી પ્રેમ પાંગર્યો અને ટૂંક સમયમાં જ બંનેએ ડેટિંગ શરૂ કરી દીધું. વર્ષો સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા પછી, આ દંપતીએ ૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ના રોજ રાજસ્થાન (Rajasthan)ના જેસલમેર (Jaisalmer)ના સૂર્યગઢ પેલેસ (Suryagarh Palace)માં એક લગ્ન કર્યા. લગ્નના બે વર્ષ પછી, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ, આ દંપતીએ એક સોશ્યલ મીડિયા પોસ્ટમાં તેમની પહેલી ગર્ભાવસ્થાની જાહેરાત કરી. હવે તેઓ દીકરીના માતા-પિતા બન્યા છે અને જીવનમાં નવા અધ્યાયની શરુઆત કરી છે.

