Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડની ટીમને લાગ્યો ઝટકોઃ ICCએ ફટકાર્યો દંડ, WTC પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પટકાઈ ટીમ

ઇંગ્લૅન્ડની ટીમને લાગ્યો ઝટકોઃ ICCએ ફટકાર્યો દંડ, WTC પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે પટકાઈ ટીમ

Published : 16 July, 2025 02:40 PM | IST | London
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

India vs England, 3rd Test: ઇંગ્લૅન્ડની ટીમને ICCએ ફટકાર્યો દંડ, બેન સ્ટોક્સની ટીમને મેચ ફીના ૧૦ ટકા દંડ ભરવો પડશે; ઉપરાંત WTCના ૨ પોઈન્ટ ઓછા કર્યા

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


ભારત (India) અને ઇંગ્લૅન્ડ (England) વચ્ચે ચાલી રહેલી ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી (The Anderson-Tendulkar Trophy)ની લોર્ડ્સ (Lord’s)માં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લૅન્ડના ૧૯૩ રનના ટાર્ગેટ સામે ૧૭૦ રને ઑલઆઉટ થઈ ભારત બાવીસ રને હાર્યું હતું. લોર્ડ્સ ટેસ્ટ જીત્યા બાદ ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (International Cricket Council)એ કાર્યવાહી કરી અને ઇંગ્લૅન્ડ સામે મોટી કાર્યવાહી કરી. આઈસીસી (ICC)એ ઈંગ્લેન્ડના ૨ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship) પોઈન્ટ કાપ્યા છે અને સાથે જ મેચ ફીના ૧૦ટકા નો દંડ પણ ફટકાર્યો છે.


લોર્ડ્સમાં ભારત સામેની ત્રીજી ટેસ્ટ મેચ (India vs England, 3rd Test)માં ધીમા ઓવર રેટ બદલ આઇસીસીએ (ICC)એ ઇંગ્લૅન્ડ સામે કાર્યવાહી કરી છે. ઇંગ્લૅન્ડને ICCએ મેચ ફીના ૧૦ટકા દંડ ફટકાર્યો છે. ICC આચાર સંહિતાના કલમ 2.22 મુજબ, પ્રતિ ઓવર ફેંકવા પર ૫ટકા દંડ નક્કી કરવામાં આવ્યો છે. ખેલાડીઓને તેમની મેચ ફીના ૧૦ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.



ઇંગ્લૅન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ (Ben Stokes)એ વિરોધ કર્યા વિના દંડ સ્વીકારી લીધો, જેના કારણે ઔપચારિક સુનાવણીની જરૂર રહી નહીં. નોંધનીય છે કે, લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ (India vs England)માં સ્લો ઓવર રેટ બહુ ચર્ચિત મુદ્દો રહ્યો હતો.


દંડરુપે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) પોઈન્ટ ટેબલમાં બે પોઈન્ટ કાપવામાં આવ્યા છે. આ ઘટાડા પછી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ઇંગ્લૅન્ડના પોઈન્ટ ૨૪ થી ઘટીને ૨૨ થઈ ગયા છે. પરિણામે, તેમની પોઈન્ટ ટકાવારી એટલે કે PCT ૬૬.૬૭ટકા થી ઘટીને ૬૧.૧૧ટકા થઈ ગઈ છે. આ ફેરફારની WTC સ્ટેન્ડિંગ પર અસર પડી છે, જ્યાં ઇંગ્લૅન્ડ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી ગયું છે અને શ્રીલંકા (Sri Lanka) બીજા સ્થાને આવી ગયું છે.

અમીરાત ICC એલિટ પેનલ ઓફ મેચ રેફરી (Emirates Elite Panel of ICC Referees)ના રિચી રિચાર્ડસન (Richie Richardson)એ દંડની પુષ્ટિ કરી. આ આરોપો ઓન-ફિલ્ડ અમ્પાયર પોલ રીફેલ (Paul Reiffel) અને શરાફુદ્દુલ્લાહ ઇબ્ને શાહિદ સૈકત (Sharfuddoula Ibne Shahid Saikat) દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ આરોપોને થર્ડ અમ્પાયર અહસાન રઝા (Ahsan Raza) અને ફોર્થ અમ્પાયર ગ્રેહામ લોયડ (Graham Lloyd)એ પણ સમર્થન આપ્યું હતું.


તમને જણાવી દઈએ કે લોર્ડ્સ ટેસ્ટમાં નાટક પછી, ઇંગ્લૅન્ડે રોમાંચક વિજય મેળવ્યો. પાંચમા દિવસે ઇંગ્લૅન્ડ ભારતને ૨૨ રનથી હરાવ્યું. આ સાથે, ઇંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ટેસ્ટ સિરીઝની ચોથી મેચ (India vs England, 3th Test) ૨૩ જુલાઈથી માન્ચેસ્ટર (Manchester)માં રમાશે.

Whatsapp-channel Whatsapp-channel

16 July, 2025 02:40 PM IST | London | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK