ChatGPT Down: આજે સવારે OpenAI ના ChatGPT વપરાશકર્તાઓને આઉટેજનો સામનો કરવો પડ્યો; હજારો વપરાશકર્તાઓને લોગિન, ચેટ લોડ અને Error મેસેજની સમસ્યા થઈ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
OpenAI નું ChatGPT વૈશ્વિક સ્તરે આઉટેજ અનુભવી રહ્યું છે, એટલે કે ડાઉન છે. લોકપ્રિય ચેટબોટનું આઉટેજ બુધવાર, ૧૬ જુલાઈના રોજ વહેલી સવારે શરૂ થયું હતું, જેના પછી હજારો ChatGPT યુઝર્સ AI ચેટબોટને ઍક્સેસ કરી શક્યા ન હતા. ChatGPT આઉટેજની અસર Sora અને GPT API પર પણ પડી છે.
મહિનામાં આ બીજી વખત છે જ્યારે ChatGPT વૈશ્વિક આઉટેજનો સામનો કરી રહ્યું છે. DownDetector દ્વારા અહેવાલ મુજબ, લગભગ 88% ChatGPT વપરાશકર્તાઓ ચેટબોટને ઍક્સેસ કરી શકતા નથી. વપરાશકર્તાઓએ લોગિન નિષ્ફળતાઓની પણ જાણ કરી છે. OpenAI એ તેના સ્ટેટસ પેજ પર આઉટેજ સ્વીકાર્યું (ChatGPT Down) છે અને કંપની તેને ઠીક કરવા માટે કામ કરી રહી છે. આઉટેજ ટ્રેકિંગ વેબસાઇટ ડાઉનડિટેક્ટર અનુસાર, મોટાભાગની ફરિયાદો ભારત (India) સહિત ઉત્તર અમેરિકા (North America), યુરોપ (Europe) અને એશિયા (Asia)માંથી આવી છે.
ADVERTISEMENT
આ મહિને આ બીજો મોટો આઉટેજ છે, જે ચેટજીપીટીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે અને વપરાશકર્તાઓમાં ચિંતા વધારી રહ્યું છે.
ડાઉનડિટેક્ટર મુજબ, સેવાઓનો ટ્રેક રાખતી વેબસાઇટે અહેવાલ આપ્યો છે કે, આજે ૧૬ જુલાઈના રોજ સવારે ૬૧.૦ વાગ્યે આઉટેજ શરૂ થયું હતું. લગભગ 88% વપરાશકર્તાઓએ ChatGPTની સંપૂર્ણ અપ્રાપ્યતાની ફરિયાદ કરી હતી. જ્યારે 10% લોકોએ વેબસાઇટમાં સમસ્યાઓ અને 9% લોકોએ એપ્લિકેશનમાં સમસ્યાઓની જાણ કરી હતી. યુઝર્સે સંપૂર્ણ ખાલી ચેટ સ્ક્રીન અને અપૂર્ણ પ્રતિભાવોની જાણ કરી હતી. કેટલાક વપરાશકર્તાઓને લોગિનમાં પણ સમસ્યાઓ આવી હતી કારણ કે ચેટબોટ ચકાસણી પ્રક્રિયા આગળ વધારી શક્યું ન હતું. આ ઉપરાંત, યુઝર્સે લાઇવ સત્ર દરમિયાન અચાનક ડિસ્કનેક્શનની પણ ફરિયાદ કરી હતી અને ઘણા લોકોએ કોડેક્સ અને સોરા જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને કોડિંગ અને વિડિઓ જનરેશનમાં તેમનું કામ થઈ શક્યું નહોતું.
ઓપનએઆઈએ તેના સ્ટેટસ પેજ પર સમસ્યાનો સ્વીકાર કરતા કહ્યું, ‘અમે ભૂલ દરમાં વધારો ઓળખ્યો છે અને તેને ઘટાડવા માટે કામ કરી રહ્યા છીએ.’ કંપનીએ પુષ્ટિ આપી છે કે તે તેના સુધારા પર કામ કરી રહી છે પરંતુ તેણે હજI સુધી આઉટેજ પાછળનું કારણ જાહેર કર્યું નથી અથવા સંપૂર્ણ પુનઃસ્થાપન માટે સમયરેખા આપી નથી.
ChatGPTની સેવાઓ સ્થિર ન થાય ત્યાં સુધી, OpenAIએ ભલામણ કરી છે કે, વારંવાર લોગિન પ્રયાસો કરવાનું ટાળો, કારણ કે આ સુરક્ષા લોકને ટ્રિગર કરી શકે છે. તેમજ રીઅલ-ટાઇમ અપડેટ્સ માટે સત્તાવાર સ્થિતિ પૃષ્ઠ તપાસવું અને વિક્ષેપો દરમિયાન ડેટા નુકસાન અટકાવવા માટે તમારા કામને એક્સટરનલી સેવ કરીને રાખવું.
સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ (X) પર ChatGPT ડાઉનની યુઝર્સની ફરિયાદોથી ભરાઈ ગયું છે.

