Rohit Sharma – Virat Kohli Test Retirement: બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ODI ટીમમાં ઉપલબ્ધતા અંગે મોટી અપડેટ આપી છે; સાથે જ સ્પષ્ટતા કરી છે કે રો-કોની ટેસ્ટ ક્રિકેટ નિવૃત્તિમાં બોર્ડનો કોઈ હાથ નથી
રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફાઇલ તસવીર (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના બે મહાન બેટ્સમેન રોહિત શર્મા (Rohit Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli)એ ટી૨૦ ઇન્ટરનેશનલ (T20I) ફોર્મેટ પછી ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. જે પછી ફેન્સ હંમેશા રોહિત અને વિરાટની વન-ડે ઇન્ટરનેશનલ (One-Day International - ODI) કારકિર્દીને લઈને ટેન્શનમાં રહે છે. ફેન્સ હંમેશા જાણવા માંગે છે કે, રો-કો વનડેમાં રમશે કે પછી ટૂંક સમયમાં આ ફોર્મેટને પણ અલવિદા કહેશે! કારણ કે દરરોજ સોશ્યલ મીડિયા (Social Media) પર આ બે ખેલાડીઓ વિશે કોઈને કોઈ અફવાઓ બહાર આવતી રહે છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટમાંથી શા માટે નિવૃત્તિ લીધી અને વન-ડેમાં રમશે કે નહીં તે બાબતે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ સ્પષ્ટતા કરી છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ – બીસીસીઆઈ (BCCI)ના ઉપપ્રમુખ રાજીવ શુક્લા (Rajeev Shukla)એ લંડન (London)માં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે, બંને ખેલાડીઓ રોહિત શર્મા અને વિરાટ કોહલી ODI મેચો માટે ઉપલબ્ધ રહેશે. સાથે જ રાજીવ શુક્લાએ રો-કોની ટેસ્ટ રિયાટરમેન્ટમાં બીસીસીઆઈનો કોઈ હાથ ન હોવાની (Rohit Sharma – Virat Kohli Test Retirement) સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કહ્યું કે, ‘હું આ વાત હંમેશા માટે સ્પષ્ટ કરવા માંગુ છું. આપણે બધા પણ રોહિત અને વિરાટને યાદ કરીએ છીએ, પરંતુ રોહિત અને વિરાટે આ નિર્ણય જાતે લીધો છે. બીસીસીઆઈની નીતિ છે કે આપણે ક્યારેય કોઈ ખેલાડીને નથી કહેતા કે તેણે ક્યારે અને કયા ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી જોઈએ. તે ખેલાડી પર નિર્ભર છે કે તે ક્યારે નિવૃત્તિ લઈ રહ્યો છે. તે તેમનો પોતાનો નિર્ણય હતો. તેઓ પોતાની જાતે નિવૃત્ત થયા છે. અમે હંમેશા તેમની ખોટ અનુભવીશું. અમે તેમને મહાન બેટ્સમેન માનીએ છીએ. અમારા માટે સારી વાત એ છે કે તેઓ વનડે માટે ઉપલબ્ધ છે.’
તમને યાદ અપાવીએ કે, રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ ૨૦૨૪નો ખિતાબ જીત્યા બાદ T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી હતી. રોહિત શર્માએ ઈંગ્લેન્ડ (England) પ્રવાસ પહેલા પોતાની ઇન્સ્ટાગ્રામ (Instagram) સ્ટોરી પર એક સ્ટોરી શૅર કરીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેના થોડા દિવસો પછી, તેના ખાસ મિત્ર વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું હતું. વિરાટે એક પોસ્ટ દ્વારા પોતાની રેડ બોલ કારકિર્દીનો અંત લાવ્યો. બંને દિગ્ગજોની છેલ્લી શ્રેણી ઓસ્ટ્રેલિયા (Australia) પ્રવાસ પર બોર્ડર ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) હતી.
તાજેતરમાં, રોહિત શર્મા અને વિરાટ કોહલીના ODI ભવિષ્ય અંગે અટકળો ચાલી રહી હતી કે બંને ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરશે કારણ કે આગામી ODI વર્લ્ડ કપ ૨૦૨૭માં યોજાશે. જોકે, બીસીસીઆઈના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ આપેલા નિવેદનથી રો-કો ફેન્સને રાહત મળી છે.

