Uttar Pradesh Crime: રવિવારે જ્યારે સગીરા ઘરમાં એકલી હતી ત્યારે તકનો લાભ લેતાં ચાર છોકરા ઘરે જ ઘૂસી આવ્યા હતા.
પ્રતીકાત્મક તસવીર
ઉત્તરપ્રદેશમાંથી શરમજનક ઘટના (Uttar Pradesh Crime) સામે આવી છે. અહીં એક સગીર બાળકી પર ચાર નરાધમોએ રેપ કર્યો હતો. ચારેય હેવાનોએ ફ્લેટમાં ઘૂસીને સગીર બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
રિપોર્ટ પ્રમાણે આ બનાવ (Uttar Pradesh Crime) રવિવારે બન્યો હતો. પીડિતા પોતાના પેરેન્ટ્સ સાથે ગાઝિયાબાદની એક સોસાયટીમાં રહે છે. જોકે, રવિવારે બાળકી ઘરે એકલી હતી. તેની મમ્મી કોઈ કામસર બહાર ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવીને એક છોકરાએ ઘરની ડૉરબેલ વગાડી હતી. જ્યારે આ બાળકીએ દરવાજો ખોલ્યો ત્યારે ચાર છોકરાઓ બળજબરીથી ઘરમાં ઘૂસી આવ્યા હતા. ચારેય નરાધમોએ વારાફરતી પોતાની કામ વાસનાને સંતોષી હતી. જે છોકરાએ ડૉરબેલ વગાડી હતી તે પીડિતાને ઇન્સ્ટાગ્રામ પર પરિચયમાં આવ્યો હતો. જ્યારથી બંને એકબીજાને સોશિયલક મીડિયામાં ઓળખતાં થયાં હતાં ત્યારથી આ છોકરો પીડિતાને મળવાનું કહ્યા કરતો હતો. રવિવારે જ્યારે આ દીકરી ઘરમાં એકલી હતી ત્યારે તકનોલાભ લેતાં તે ઘરે જ ઘૂસી આવ્યો હતો.
ADVERTISEMENT
જ્યારે પીડિતાની માતા માર્કેટમાંથી પાછી ફરી ત્યારે તેણે જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો. અને જોયું તો ઘરની અંદર ચાર છોકરા હતા. પછી તો માતાએ પોતાની દીકરીને ઘરમાંથી બહાર કાઢી હતી અને પેલા ચારેયને અંદર લૉક કરી નાખ્યા હતા. આ દરમિયાન પીડિતાના પરિવારે પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ આ ચારેય નરાધમોને સોસાયટીના લોકોએ રૂમમાંથી બહાર કાઢીને ભગાડી મૂક્યા હતા.
આ સમગ્ર મામલા (Uttar Pradesh Crime) વિશે વિસ્તારથી વાત કરતાં કવિનગરના એસીપી ભાસ્કર વર્મા જણાવે છે કે પીડિતાના પિતાએ ચાર છોકરાઓ સામે એફઆઈઆર નોંધાવી છે. તમામ આરોપી છોકરા ધોરણ ૯,૧૦, અને ૧૧ના સ્ટુડન્ટ્સ છે. તેમણે કહ્યું કે છોકરાઓને મેડિકલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, હજીસ સુધી પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી અને આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ હાલમાં આ કેસની તપાસ કરી રહી છે. તે મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
પોલીસ ફરિયાદ નોંધાવનારા પીડિતાના પિતાએ કહ્યું હતું કે, રવિવારે સવારે લગભગ ૧૧.૩૦ વાગ્યે, દીકરીને એક આરોપીનો ફોન આવ્યો હતો. આ સમયે દીકરીની માતા કરિયાણાની દુકાનમાં શોપિંગ કરવા માટે ગઈ હતી. દીકરીને ઇન્સ્ટાગ્રામ પર એક છોકરાનો ફોન આવ્યો હતો જે તેને છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેને મેસેજ કરી રહ્યો હતો. આ છોકરાએ પીડિતાને ફોનમાં કહ્યું કે તે તેને મળવા ફ્લેટમાં આવી રહ્યો છે. ત્યાં તો ચાર છોકરાઓ તેના ઘરમાં ઘૂસી આવ્યા હતા. જ્યારે પીડિતાએ ફ્લેટનો દરવાજો ખોલ્યો, ત્યારે ચારેય આરોપીઓએ તેને બળજબરીથી પોતાના હાથથી મોં ઢાંકીને રૂમમાં લઈ ગયા અને વારાફરતી બળાત્કાર (Uttar Pradesh Crime) ગુજાર્યો હતો. જ્યારે પીડિતાની માતા ઘરે પરત ફરી ત્યારે તેણે દરવાજો ખુલ્લો જોયો અને એક રૂમમાં ચાર છોકરાઓને જોયા હતા ત્યારે જઈને સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.

