અનીત પડ્ડા રવિવારે દિલ્હી ખાતે યોજાયેલા લૅક્મે ફૅશન વીકના ગ્રૅન્ડ ફિનાલેમાં જોવા મળી હતી
‘સૈયારા ગર્લ’ અનીત પડ્ડા
‘સૈયારા ગર્લ’ અનીત પડ્ડા રવિવારે દિલ્હી ખાતે યોજાયેલા લૅક્મે ફૅશન વીકના ગ્રૅન્ડ ફિનાલેમાં જોવા મળી હતી. તેણે ઇવેન્ટમાં ડિઝાઇનર તરુણ તાહિલિયાણીના કલેક્શન ‘બીજ્વેલ્ડ’ માટે રૅમ્પ-વૉક કર્યો હતો. આ સમયે અનીતે ગોલ્ડન સાડી પહેરી હતી અને તેણે લુકને બ્રેસલેટ અને ઇઅરરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ લુકમાં અનીત સુંદર લાગી રહી હતી, પણ તેની રૅમ્પ-વૉક સ્ટાઇલ ઘણા લોકોને પસંદ નહોતી પડી. અનીતના આ લુકને જોઈને કેટલાક લોકો કમેન્ટ કરી રહ્યા છે કે રૅમ્પ-વૉક પર અનીત સુંદર લાગે છે, પણ તેની રૅમ્પ-વૉક સ્ટાઇલ બહુ જ ખરાબ છે, તો કેટલાકે તો કહ્યું હતું કે ડિઝાઇનરે રૅમ્પ-વૉક માટે ઍક્ટ્રેસને બદલે પ્રોફેશનલ મૉડલ્સની જ પસંદગી કરવી જોઈએ.

