મેકર્સ મૂળ ફિલ્મના મલયાલમ વર્ઝન સાથે જ એને આખા ભારતમાં હિન્દીમાં પણ રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છે. મોહનલાલની ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર ‘દૃશ્યમ’ મલયાલમ સિનેમાની સુપરહિટ ફિલ્મ ફ્રૅન્ચાઇઝી છે.
અજય દેવગન
મોહનલાલની ક્રાઇમ સસ્પેન્સ થ્રિલર ‘દૃશ્યમ’ મલયાલમ સિનેમાની સુપરહિટ ફિલ્મ ફ્રૅન્ચાઇઝી છે. આ ફ્રૅન્ચાઇઝીની ફિલ્મોને હિન્દીમાં રીમેક કરવામાં આવે છે અને આ રીમેકમાં અજય દેવગન હીરો તરીકે છવાઈ જાય છે. આ સિરીઝની ‘દૃશ્યમ’ અને ‘દૃશ્યમ 2’માં અજય દેવગન જોવા મળ્યો હતો, પણ હવે ‘દૃશ્યમ 3’માંથી અજયનું પત્તું કપાઈ જાય એવા સંજોગો સર્જાયા છે. હાલમાં મળેલા એક રિપોર્ટ પ્રમાણે મલયાલમમાં બની રહેલી ‘દૃશ્યમ 3’ના મેકર્સ મૂળ ફિલ્મના મલયાલમ વર્ઝન સાથે જ એને આખા ભારતમાં હિન્દીમાં પણ રિલીઝ કરવાનો પ્લાન કરી રહ્યા છે.
મોહનલાલની ‘દૃશ્યમ 2’ને કોરોના મહામારીને કારણે ૨૦૨૧માં OTT પર જ રિલીઝ કરવામાં આવી હતી, પણ પછી ૨૦૨૨માં રિલીઝ થયેલી એની હિન્દી રીમેકે વૈશ્વિક સ્તરે લગભગ ૩૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફ્રૅન્ચાઇઝીને મળેલી સફળતાને કારણે હવે મોહનલાલ અને ડિરેક્ટરે ‘દૃશ્યમ 3’ને હિન્દીમાં પણ રિલીઝ કરવાનો પ્લાન કર્યો છે, કારણ કે આ ફ્રૅન્ચાઇઝી ઉત્તર ભારતમાં પણ લોકપ્રિય છે. માનવામાં આવે છે કે મેકર્સનો આ નિર્ણય મલયાલમ સિનેમા માટે કમાણીનો નવો રેકૉર્ડ બનાવી શકે છે. રિપોર્ટ પ્રમાણે ‘દૃશ્યમ 3’નું હિન્દી વર્ઝન એ મલયાલમ વર્ઝન કરતાં સાવ અલગ હશે. મળતી માહિતી પ્રમાણે ૨૦૨૫ના મે મહિના સુધી ‘દૃશ્યમ 3’નું શૂટિંગ શરૂ થઈ જશે.

