મલયાલમ સ્ટાર મોહનલાલે WAVES 2025નો શૅર કરેલો ફોટો ચાહકોમાં વાઇરલ થઈ ગયો.
વાયરલ ફોટો
મોહનલાલે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં WAVES 2025ના કેટલાક ફોટો શૅર કર્યા છે એમાંથી એક ફોટોમાં મોહનલાલ સાથે રજનીકાન્ત, હેમા માલિની, ચિરંજીવી, અક્ષયકુમાર અને મિથુન ચક્રવર્તી જોવા મળી રહ્યાં છે. આ ફોટો પર સોશ્યલ મીડિયામાં લોકો રીઍક્શન આપી રહ્યા છે. ફોટોમાં સાઉથના સુપરસ્ટાર્સ એક જ ફ્રેમમાં હોવાથી આ ફોટો વાઇરલ થઈ રહ્યો છે.

