Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે ભાડે લીધેલી ૧.૩૫ કરોડ રૂપિયાની ડાયમંડ ઇઅરરિંગ્સ થઈ ગઈ ગાયબ

અનિલ કપૂરની દીકરી રિયા કપૂરે ભાડે લીધેલી ૧.૩૫ કરોડ રૂપિયાની ડાયમંડ ઇઅરરિંગ્સ થઈ ગઈ ગાયબ

Published : 21 June, 2026 04:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈ પરત ફર્યા બાદ સવલીન સિંહે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

રિયા કપૂરે

રિયા કપૂરે


સેલિબ્રિટીઝ માટે સ્ટાઇલિસ્ટ તરીકે કામ કરતી અનિલ કપૂરની પુત્રી રિયા કપૂરની ટીમ પાસેથી મોંઘીદાટ ડાયમંડ જ્વેલરી ગુમ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે ન્યુ યૉર્કમાં યોજાયેલી વિશ્વની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ફેશન-ઇવેન્ટ મૅટ ગાલા માટે લઈ જવાઈ રહેલી અંદાજે ૧.૩૫ કરોડ રૂપિયાની કિંમતની ડાયમંડ ઇઅરરિંગ્સ રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. આ જ્વેલરી મુંબઈના જ્વેલર્સ પાસેથી ભાડે લેવામાં આવી હતી. હવે આ મામલે મુંબઈ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ રિયાની સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ સવલીન સિંહ છેલ્લાં ૭ વર્ષથી તેમની સાથે કામ કરી રહી છે. ફૅશન-ઇવેન્ટ માટે ભાડે લેવાયેલી મોંઘીદાટ જ્વેલરી અલગ-અલગ બૉક્સમાં પૅક કરીને સવલીનની હૅન્ડબૅગમાં રાખવામાં આવી હતી. રિયા અને તેની ટીમ ૨૭ એપ્રિલે મુંબઈથી ન્યુ યૉર્ક જવા નીકળી હતી. ૨૮ એપ્રિલે હોટેલમાં ચેક-ઇન કર્યા બાદ જ્યારે જ્વેલરીનાં બૉક્સ ખોલવામાં આવ્યાં ત્યારે એમાં ઇઅરરિંગ્સ નહોતી. મુંબઈ પરત ફર્યા બાદ સવલીન સિંહે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 04:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK