Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુન્ની થઈ ગઈ ૧૮ વર્ષની

મુન્ની થઈ ગઈ ૧૮ વર્ષની

Published : 06 June, 2026 09:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હર્ષાલીએ ૨૦૧૫ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં કામ કર્યું હતું

હર્ષાલી મલ્હોત્રાએ બુધવારે પોતાની ૧૮મી વર્ષગાંઠ ઊજવી હતી

હર્ષાલી મલ્હોત્રાએ બુધવારે પોતાની ૧૮મી વર્ષગાંઠ ઊજવી હતી


‘બજરંગી ભાઈજાન’માં નાની મુન્નીનું યાદગાર પાત્ર ભજવનારી હર્ષાલી મલ્હોત્રાએ બુધવારે પોતાની ૧૮મી વર્ષગાંઠ ઊજવી હતી. તેણે આ ઉજવણીની કેટલીક સુંદર તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે અને એમાં તે કેક કાપતી જોવા મળી રહી છે. પોતાની ૧૮મી વર્ષગાંઠની ઝલક શૅર કરતાં હર્ષાલીએ લખ્યું હતું, ‘ચૅપ્ટર 18 : અનલૉક્ડ. હવે હું ઑફિશ્યલી ઍડલ્ટ બની ગઈ છું, પરંતુ હજી પણ શીખી રહી છું. નવી શરૂઆત, મોટાં સપનાં અને ક્યારેય ન ભુલાય એવી યાદો. ૧૮ વર્ષ પોતાને સમજવામાં પસાર કર્યાં છે. હજી તો ઘણું સારું થવાનું બાકી છે.’

હર્ષાલીએ ૨૦૧૫ની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં કામ કર્યું હતું. સલમાન ખાન સાથે તેના બૉન્ડિંગને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. ૧૮ વર્ષની હર્ષાલી હવે ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી રહી છે. સાઉથની ફિલ્મ ‘અખંડા 2’માં તેણે લીડ ઍક્ટ્રેસનો રોલ ભજવ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2026 09:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK