વરુણ ધવનનું નામ પહેલેથી જ ફિલ્મના મુખ્ય પાત્રમાં ફાઇનલ થઈ ચૂક્યું છે
શાહિદ કપૂર
હાલમાં ‘નો એન્ટ્રી’ની સીક્વલ પર ઝપાટાભેર કામ ચાલી રહ્યું છે. જોકે આ વખતે ચાહકોને જૂની સ્ટારકાસ્ટ જોવા નહીં મળે, કારણ કે ‘નો એન્ટ્રી 2’ નવા કલાકારો સાથે બનાવવામાં આવી રહી છે. વરુણ ધવનનું નામ પહેલેથી જ ફિલ્મના મુખ્ય પાત્રમાં ફાઇનલ થઈ ચૂક્યું છે. હવે ચર્ચા ચાલી રહી છે કે શાહિદ કપૂર પણ ફિલ્મમાં જોડાઈ શકે છે. આ ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ રહેશે, પરંતુ એમાં એક મોટો ટ્વિસ્ટ પણ ઉમેરવામાં આવશે.
રિપોર્ટ મુજબ ફિલ્મમેકર અનીસ બઝમી હાલમાં ‘નો એન્ટ્રી’ની સીક્વલ માટે શાહિદ કપૂર સાથે ચર્ચા કરી રહ્યો છે. કહેવાઈ રહ્યું છે કે અભિનેતાએ ફિલ્મનો મૂળ આઇડિયા સાંભળી લીધો છે અને ટૂંક સમયમાં તેને સંપૂર્ણ વાર્તા પણ સંભળાવવામાં આવશે. જો બધું આયોજન મુજબ રહ્યું તો ફિલ્મ આ વર્ષના અંત સુધી ફ્લોર પર જઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં બન્ને કલાકારો વચ્ચેની કેમિસ્ટ્રી અને કોમિક ટાઇમિંગ એવી રાખવાની યોજના છે જેવી ‘અંદાઝ અપના અપના’માં સલમાન ખાન અને આમિર ખાન વચ્ચે જોવા મળી હતી.
