આ જૂનો વિડિયો વાઇરલ થતાં લોકો તેની ફિટનેસ વિશે અનેક સવાલ કરવા માંડ્યા, આ પહેલી વાર નથી કે સલમાનને તેની ફિટનેસ માટે ટ્રોલ કરવામાં આવ્યો હોય. ૨૦૨૨માં પણ દબંગ ટૂરના રિહર્સલ-વિડિયોમાં પણ તેની ફાંદને લઈને નેટિઝન્સે તેને ‘ફૅમિલી પૅક’ કહીને મજાક ઉડાડી હતી.
ડાન્સ કરતા સલમાન ખાનની ફાંદ દેખાઈ ગઈ
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ને બૉક્સ-ઑફિસ પર ધાર્યા પ્રમાણેની સફળતા નહોતી મળી. આ નિષ્ફળતા પછી હાલમાં સલમાનનો એક જૂનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં સલમાન તેની ફિલ્મ ‘કિક’ના ગીત ‘જુમ્મે કી રાત’ પર છોકરીઓ સાથે ડાન્સ કરતો જોવા મળે છે. જોકે કેટલાક ડાન્સ-મૂવ્સ દરમ્યાન તેનું ટી-શર્ટ થોડું ઊંચું થઈ જાય છે અને તેની ફાંદ દેખાઈ જાય છે. હવે આ વિડિયો વાઇરલ થતાં લોકો સલમાનની ફિટનેસ વિશે સવાલ કરવા માંડ્યા છે. આ પહેલી વાર નથી કે સલમાનને તેની ફિટનેસ માટે ટ્રોલ કરવામાં આવ્યો હોય. ૨૦૨૨માં પણ દબંગ ટૂરના રિહર્સલ-વિડિયોમાં પણ તેની ફાંદને લઈને નેટિઝન્સે તેને ‘ફૅમિલી પૅક’ કહીને મજાક ઉડાડી હતી.

