પાકિસ્તાની હીરો ફવાદ ખાનની ફિલ્મની જાહેરાત પછી...
માવરા ગાયક-સંગીતકાર અખિલ સચદેવા સાથે ‘તૂ ચાંદ હૈ’ નામના મ્યુઝિક-વિડિયોમાં જોવા મળશે
બૉલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાની કલાકારોથી અંતર જાળવવામાં આવતું હતું. જોકે હવે તેમને નવા-નવા પ્રોજેક્ટમાં સાઇન કરવામાં આવી રહ્યાં છે. હાલમાં પાકિસ્તાની ઍક્ટર ફવાદ ખાનને ચમકાવતી ફિલ્મ ‘અબીર ગુલાલ’ની જાહેરાત થઈ હતી અને હવે ‘સનમ તેરી કસમ’થી લોકપ્રિયતા મેળવનાર પાકિસ્તાની ઍક્ટ્રેસ માવરા હોકેનના નવા મ્યુઝિક આલબમના લૉન્ચિંગની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે.
પાકિસ્તાની ઍક્ટ્રેસ માવરા હોકેનના ભારતમાં પણ ઘણા ચાહકો છે. હવે માવરા ગાયક-સંગીતકાર અખિલ સચદેવા સાથે ‘તૂ ચાંદ હૈ’ નામના મ્યુઝિક-વિડિયોમાં જોવા મળશે. આ મ્યુઝિક-વિડિયો બૉલીવુડમાં તેનો આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ છે.
ADVERTISEMENT
માવરાએ પોતે સોશ્યલ મીડિયામાં પોતાના આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે અને લખ્યું છે કે ‘‘તૂ ચાંદ હૈ’ અમારા તરફથી ખાસ ગિફ્ટ છે. હું ટૅલન્ટેડ અખિલ સચદેવા દ્વારા ગવાયેલા આ ખૂબસૂરત ગીતનો ભાગ બનીને બહુ ઉત્સાહિત છું.’

