Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શેફાલી જરીવાલાની મમ્મી માટે પરાગ ત્યાગીનું સ્પેશ્યલ બર્થ-ડે વિશ, વીડિયોમાં શૅર કરી ખાસ પળો

શેફાલી જરીવાલાની મમ્મી માટે પરાગ ત્યાગીનું સ્પેશ્યલ બર્થ-ડે વિશ, વીડિયોમાં શૅર કરી ખાસ પળો

Published : 12 August, 2025 02:19 PM | Modified : 12 August, 2025 02:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Parag Tyagi celebrates late wife Shefali Jariwala’s mother`s birthday: પરાગ ત્યાગીએ સ્વર્ગસ્થ પત્ની શેફાલી જરીવાલાની માતા સુનિતા જરીવાલાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી; ઇમોશનલ વીડિયોમાં યાદ કરી પત્નીને

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


બોલિવૂડ (Bollywood) અભિનેત્રી અને ‘કાંટા લગા ગર્લ’ (Kaanta Laga Girl)ના નામે જાણીતી શેફાલી જરીવાલા (Shefali Jariwala)નું ૨૭ જૂનના રોજ અવસાન થયું હતું. ત્યારથી તેનો પતિ-અભિનેતા પરાગ ત્યાગી (Parag Tyagi) સતત ચર્ચામાં હોય છે. અભિનેતા અવારનવાર પત્ની શેફાલી જરીવાલાને યાદ કરતો રહે છે અને સોશ્યલ મીડિયા (Social Media) પર તેની સાથેની યાદો પણ શૅર કરે છે. તાજેતરમાં તેણે શેફાલી જરીવાલાની માતા સુનિતા જરીવાલાને જન્મદિવસ પર શુભેચ્છા આપી હતી. બર્થ-ડે વિશ કરતા તેણે એક ઇમોશનલ વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.


ગઈકાલે સ્વર્ગસ્થ અભિનેત્રી શેફાલી જરીવાલાની માતા સુનિતા જરીવાલાનો જન્મદિવસ (Parag Tyagi celebrates late wife Shefali Jariwala’s mother`s birthday) હતો. આ પ્રસંગે પરાગ ત્યાગીએ તેની સાસુ માટે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં શેફાલી જરીવાલાની તેની માતા સાથેની તસવીરો અને તેની સાથે વિતાવેલી ખુશીની પળો જોવા મળી હતી. શેફાલી તેની માતાની પ્રિય પુત્રી હતી. શેફાલી હંમેશા તેના માતાપિતા માટે લાકડીની જેમ ઉભી રહેતી હતી.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pari aur Simba ke Papa (@paragtyagi)


પોસ્ટના કેપ્શનમાં પરાગે લખ્યું હતું કે `પરી, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપે છે મમ્મી. ખૂબ ખૂબ પ્રેમ કરું છું મમ્મી. હંમેશા તારી સાથે - પરી.` પરાગે પોતાના અને શેફાલી વતી સુનિતા જરીવાલાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.


આમ પરાગ ત્યાગી દરેક પ્રસંગે અને વાર-તહેવારે સ્વર્ગસ્થ પત્ની શેફાલી જરીવાલાને યાદ કરતો રહે છે.

ગત અઠવાડિયે રક્ષાબંધન (Raksha Bandhan 2025) પર પરાગ ત્યાગીએ તેના ઘરના હાઉસ હેલ્પ તેમજ પાલતુ કૂતરા સિમ્બાને રાખડી બાંધી અને તેની સ્વર્ગસ્થ પત્નીની વિધિને જીવંત રાખી. તેણે શેર કર્યું કે, ‘ભલે શેફાલી હવે તેમની સાથે નથી, પણ તે પરંપરાને જીવંત રાખશે.’

પરાગે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેના હાઉસ હેલ્પ તેમજ પાલતુ કૂતરા સિમ્બાની આરતી કરતો એક વીડિયો પોસ્ટ કર્યો. બાદમાં તે શેફાલીના વિશાળ ચિત્ર સામે તેમના કપાળ પર તિલક લગાવતો અને તેમને રાખડી બાંધતો જોવા મળ્યો.

બિગ બોસ ૧૩ (Bigg Boss 13)ના ઘરમાં જોવા મળેલી શેફાલી જરીવાલાને બિગ બોસના ઘરમાં હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau) ઉર્ફ વિકાસ પાઠક (Vikas Pathak)નો ખુબ સાથ મળ્યો હતો. ત્યારથી બન્ને વચ્ચે બહુ સારું બોન્ડ હતું. હિન્દુસ્તાની ભાઉ ઉર્ફ વિકાસ પાઠકને શેફાલી જરીવાલા ભાઈ માનતી હતી. અભિનેત્રી દર વર્ષે યુટ્યુબર (YouTuber)ને રાખડી બાંધતી હતી. આ વર્ષે રક્ષાબંધન પર હિન્દુસ્તાની ભાઉએ બહેન શેફાલીને યાદ કરીને પોતાના કાંડા પર રાખડી બાંધી હતી.

તમને જણાવી દઈએ કે, શેફાલી જરીવાલાનું આકસ્મિક નિધન ૨૭ જૂનના રોજ થયું હતું. મુંબઈ સ્થિત નિવાસસ્થાને હૃદયરોગના હુમલાને કારણે અચાનક અભિનેત્રીનું મૃત્યુ થયું હતું.

Whatsapp-channel Whatsapp-channel

12 August, 2025 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK