પ્રીતિ ઝિન્ટાની બૉબી સાથેની જોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી
તસવીર સૌજન્યઃ પેપ્સ
પ્રીતિ ઝિન્ટાએ કો-ફાઉન્ડર તરીકે જકાર્તી જ્વેલરીનીની શરૂઆત કરી છે. લક્ઝરી જ્વેલરીની આ બ્રૅન્ડ પરંપરાગત પોલ્કી કારીગરી અને આધુનિક શૈલીનું સુંદર મિશ્રણ રજૂ કરે છે. આ બ્રૅન્ડનો પ્રથમ ફ્લૅગશિપ સ્ટોર બાંદરામાં તાજેતરમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે બૉબી દેઓલ અને સેલિના જેટલી જેવાં બૉલીવુડનાં કલાકારો પણ હાજર રહ્યાં હતાં. આ ભવ્ય લૉન્ચિંગ ઇવેન્ટમાં પ્રીતિ ઝિન્ટા તેના પતિ જીન ગુડઇનફ અને તેની મમ્મી સાથે જોવા મળી હતી પણ બૉબી સાથેની તેની જોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી.
