Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > IPLમાં પ્રીતિ ઝિન્ટા હંમેશાં સફેદ સલવાર-સૂટ કેમ પહેરે છે?

IPLમાં પ્રીતિ ઝિન્ટા હંમેશાં સફેદ સલવાર-સૂટ કેમ પહેરે છે?

Published : 29 April, 2026 03:20 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં પ્રીતિએ સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે સવાલ-જવાબ કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટા

પ્રીતિ ઝિન્ટા


પ્રીતિ ઝિન્ટાની ટીમ આ વખતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તે પણ પોતાની ટીમને ખૂબ સપોર્ટ કરે છે. હાલમાં પ્રીતિએ સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે સવાલ-જવાબ કર્યા હતા. આ સમયે પ્રીતિએ કેટલીક ખાસ બાબતોનો ખુલાસો કર્યો. ઘણા ચાહકોને લાગે છે કે પ્રીતિ ઝિન્ટા IPL મેચ દરમ્યાન હંમેશાં સફેદ ડ્રેસ અથવા સફેદ સલવાર-સૂટમાં જ જોવા મળે છે. આ કારણે ઘણા લોકો માને છે કે કદાચ આ પ્રીતિનો લકી કલર હશે, પરંતુ હકીકતમાં એવું નથી. આ બાબતનો ખુલાસો કરતાં પ્રીતિએ કહ્યું કે ‘હું મોટા ભાગે સફેદ સલવાર-સૂટ એટલા માટે પહેરું છું કારણ કે મેચ દરમ્યાન બહુ ગરમી હોય છે. હું આ ડ્રેસને લાલ રંગ સાથે ટીમઅપ કરું છું. એવો કોઈ નિયમ નથી કે મારે આ જ રંગ પહેરવો છે. બસ, સફેદ રંગમાં ગરમી ઓછી લાગે છે.’

મને બિલકુલ પસંદ નથી કે લોકો અથવા મીડિયા મારાં બાળકોની તસવીરો પાડે: પ્રીતિ ઝિન્ટાએ ચાહકો સાથેની વાતચીતમાં કહ્યું કે જો કોઈ ફૅન સારી રીતે પરવાનગી માગે તો હું ક્યારેય ફોટો પાડવાની ના નથી પાડતી




પ્રીતિ ઝિન્ટા હાલમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી ફૅન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેણે સેલિબ્રિટીઓની પર્સનલ લાઇફમાં ફોટોગ્રાફર્સ દ્વારા થતી દખલ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. આ સેશન દરમ્યાન એક ચાહકે પ્રીતિને પૂછ્યું કે તેણે પ્રસિદ્ધિ માટે પ્રાઇવસી અને મનની શાંતિમાંથી સૌથી વધુ શું ગુમાવવું પડ્યું? આ સવાલનો જવાબ આપતાં પ્રીતિએ કહ્યું કે ‘મેં પ્રાઇવસી ન મળવાની સ્થિતિને ક્યારેય બલિદાન તરીકે જોયું નથી. મેં વસ્તુઓને જેવી છે તેવી રીતે સ્વીકારતાં શીખી લીધી છે. હું ખૂબ જ પ્રાઇવેટ સ્વભાવની વ્યક્તિ છું, તેથી હવે મારી જિંદગી એક બૅલૅન્સિંગ એક્ટ જેવી બની ગઈ છે. મને મારા ચાહકો સાથે વાત કરવી અને તેમની સાથે ફોટો પડાવવો ગમે છે, પરંતુ મીડિયા અને લોકો સાથે એક સીમા જાળવવી પણ જરૂરી છે. મને બિલકુલ પસંદ નથી કે લોકો અથવા મીડિયા મારાં બાળકોની તસવીરો ખેંચે. જ્યારે લોકો પૂછ્યા વગર તસવીર ક્લિક કરે છે ત્યારે મને બહુ ખરાબ લાગે છે. જો કોઈ સારી રીતે પરવાનગી માગે છે તો હું હંમેશાં હા કહું છું. હા, એ સમયે મને ફ્લાઇટ પકડવાની ઉતાવળ ન હોવી જોઈએ કે પછી હું કોઈ મંદિરમાં ન હોઉં.’ ફોટોગ્રાફર્સની કામ કરવાની રીત પર વાત કરતાં પ્રીતિ ઝિન્ટાએ કહ્યું કે ‘મને બિલકુલ પસંદ નથી કે ફોટોગ્રાફર્સ મારો પીછો કરે અથવા અચાનક ક્યાંકથી મારી સામે આવી જાય. ક્યારેક તો આ ખૂબ ડરામણું લાગે છે. ઇવેન્ટ્સમાં મને ફોટોગ્રાફર્સથી કોઈ સમસ્યા નથી, કારણ કે તેઓ પોતાનું કામ કરી રહ્યા હોય છે. જોકે જિમની બહાર અથવા ઘરની નજીક છુપાઈને ફોટો ક્લિક કરવા યોગ્ય નથી. આખરે હું પણ એક માણસ છું અને મને પણ શાંતિ જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 03:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK