Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજની મૅચ કાર્ડિફમાં, જ્યાં છેલ્લે ૧૬ વર્ષ પહેલાં વન-ડે મૅચ હાર્યું હતું ભારત

આજની મૅચ કાર્ડિફમાં, જ્યાં છેલ્લે ૧૬ વર્ષ પહેલાં વન-ડે મૅચ હાર્યું હતું ભારત

Published : 16 July, 2026 10:37 AM | IST | Wales
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ટીમને ઇંગ્લૅન્ડ સામે આ મેદાન પર એક હાર અને એક જીત મળી છે

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે ભારતીય કૅપ્ટન શુભમન ગિલ અને ઇંગ્લૅન્ડનો કૅપ્ટન હૅરી બ્રૂક


કાર્ડિફના સોફિયા ગાર્ડન્સ ગ્રાઉન્ડમાં આજે ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી વન-ડે મૅચ રમાશે. ભારત આ સિરીઝ પર ૨-૦થી કબજો કરવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે. ભારત આ મેદાન પર ૧૨ વર્ષ અને ઇંગ્લૅન્ડ એક વર્ષ બાદ વન-ડે મૅચ રમશે.

કાર્ડિફમાં ઇંગ્લૅન્ડ ૨૦૦૬થી ૨૦૨૫ વચ્ચે ૧૭ વન-ડે મૅચમાંથી ૧૦ મૅચ જીત્યું છે, ૪ મૅચ હાર્યું છે અને ૩ મૅચ નો-રિઝલ્ટ રહી છે. ભારત આ મેદાન પર ૨૦૧૧થી ૨૦૧૪ વચ્ચે ૪ વન-ડે મૅચ રમ્યું છે જેમાં ૩ મૅચ જીત્યું અને એક હાર મળી છે.



આ મેદાન પર રમાયેલી પહેલી વન-ડે મૅચમાં ભારત ઇંગ્લૅન્ડ સામે ૬ વિકેટે હાર્યું હતું. ભારતે ત્યાર બાદ સાઉથ આફ્રિકા સામે ૨૬ રને, શ્રીલંકા સામે ૮ વિકેટે અને ઇંગ્લૅન્ડ સામે ૧૩૩ રને જીત નોંધાવી હતી એટલે કે ભારતીય ટીમને વન-ડે ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ સામે આ મેદાન પર એક હાર અને એક જીત મળી છે.


ભારત આ મેદાન પર વન-ડે સિવાય માત્ર એક T20 મૅચ ૨૦૧૮માં રમ્યું હતું જેમાં ભારતને ઇંગ્લૅન્ડ સામે પાંચ વિકેટે હાર મળી હતી.

મૅચનો સમય: સાંજે ૫.૩૦ વાગ્યાથી


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2026 10:37 AM IST | Wales | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK