રાહા કપૂરની ત્રીજી વર્ષગાંઠે ફોઈ રિદ્ધિમા કપૂર સાહનીએ ખાસ બર્થ-ડે વિશ કરી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ગઈ કાલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરની ત્રીજી વર્ષગાંઠ હતી. આ દિવસે તેની ફોઈ રિદ્ધિમા કપૂર સાહનીએ સોશ્યલ મીડિયા પર રાહાને દિલથી શુભેચ્છા પાઠવી હતી. રિદ્ધિમાએ પોતાની સોશ્યલ મીડિયા સ્ટોરીમાં એક મોટું પિન્ક હાર્ટ બનાવીને એમાં ‘Raha’ લખ્યું હતું. રિદ્ધિમાએ આ પોસ્ટમાં લખ્યું હતું કે ‘પ્રેમ, આલિંગન અને ખુશીનાં ત્રણ વર્ષ. હૅપી બર્થ-ડે માય રારુ પારુ! તું અમારી જિંદગીનો સૌથી સુંદર અને નાનો તારો છે. હું તને ઘણો પ્રેમ કરું છું.’


