સ્મિતાએ ઇચ્છાપૂર્વક તેમની સિનેમૅટિક સફરની મદદ ફેરફાર લાવવાના માધ્યમ તરીકે લીધી. તેમના પાત્રએ સમાજ સામે પડકાર ઊભો કર્યો અને સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા.
સ્મિતા પાટીલની જન્મજયંતીએ પતિ રાજ બબ્બરે સોશ્યલ મીડિયા પર તેમને પ્રેમપૂર્વક યાદ કર્યાં
૧૯૫૫ની ૧૭ ઑક્ટોબરે જન્મેલાં સ્મિતા પાટીલની ગઈ કાલે જન્મજયંતી હતી. ત્યારે પતિ રાજ બબ્બરે સોશ્યલ મીડિયા પર તેમની તસવીર પોસ્ટ કરીને તેમના નામે એક નોંધ લખી છે. આ પોસ્ટમાં રાજ બબ્બરે લખ્યું છે કે ‘સ્મિતાએ ઇચ્છાપૂર્વક તેમની સિનેમૅટિક સફરની મદદ ફેરફાર લાવવાના માધ્યમ તરીકે લીધી. તેમના પાત્રએ સમાજ સામે પડકાર ઊભો કર્યો અને સ્ટીરિયોટાઇપ્સને તોડી નાખ્યા. જટિલ ભૂમિકાઓમાં તેમની સરળતા અને સામાજિક બંધન સાથે જોડાયેલાં પાત્રોની ઊંડી સમજણે તેમને બધા કરતાં અલગ પાડ્યાં. તેણે ભાગ્યે મંજૂર કરેલા ટૂંકા સમયમાં ઘણું કરી બતાવ્યું. તેમના જન્મદિવસ પર હું સ્મિતા પાટીલને પ્રેમપૂર્વક યાદ કરું છું.’

