આ ફિલ્મની સાથે જ રિલીઝ થયેલી નિષ્ફળ બટવારા 1947ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ બતાવી દરિયાદિલી
રાજકુમાર સંતોષી અને ઈમરાન હાશ્મી
સની દેઓલની ‘બટવારા 1947’ અને ઇમરાન હાશ્મીની ‘આવારાપન 2’ એકસાથે થિયેટરોમાં રિલીઝ થઈ હતી, પણ દર્શકોએ ‘આવારાપન 2’ને વધુ પસંદ કરી. આ જ કારણસર ‘આવારાપન 2’એ બૉક્સ-ઑફિસ પર શાનદાર કમાણી કરી. હવે ‘બટવારા 1947’ના ડિરેક્ટર રાજકુમાર સંતોષીએ પોતાની ફિલ્મની નિષ્ફળતાને સ્વીકારીને ખેલદિલીપૂર્વક ‘આવારાપન 2’ના મેકર્સને અભિનંદન આપ્યાં છે.
‘બટવારા 1947’ની નિષ્ફળતા અને ‘આવારાપન 2’ની સફળતા વિશે વાત કરતાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે ‘હું ‘આવારાપન 2’ના મેકર્સને અભિનંદન આપીશ. હું ફરી કહીશ કે ‘આવારાપન 2’ને લોકોએ ખૂબ પસંદ કરી છે, એની પ્રશંસા કરી છે અને આ શાનદાર બિઝનેસ છે. હું ઇમરાન હાશ્મી, મુકેશ ભટ્ટ, વિશેષ ભટ્ટ અને તેના દીકરા સાથે ‘આવારાપન 2’ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.’
