રણબીર કપૂરે પુણે જિલ્લાના મુળશી તાલુકામાં ૨૫.૭ એકર જમીન ખરીદી હોવાના સમાચાર છે.
રણબીર કપૂર
રણબીર કપૂરે પુણે જિલ્લાના મુળશી તાલુકામાં ૨૫.૭ એકર જમીન ખરીદી હોવાના સમાચાર છે. આ જમીન માટે તેણે ૧૬.૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સોદામાં પુણે જિલ્લાના મુળશી તાલુકાના પિંપરી ગામમાં આવેલી ખેતીની જમીનના એકબીજાને અડીને આવેલા ચાર પ્લૉટનો સમાવેશ થાય છે. દસ્તાવેજ પ્રમાણે આ ચારેય પ્લૉટની નોંધણી ૩૦ એપ્રિલે કરવામાં આવી હતી.
દસ્તાવેજ પ્રમાણે આ ચારેય પ્લૉટનો કુલ વિસ્તાર ૧,૦૪,૦૦૦ સ્ક્વેર મીટર એટલે કે અંદાજે ૨૫.૭ એકર છે. એમાં સૌથી મોટો પ્લૉટ ૪૩,૮૦૦ સ્ક્વેર મીટરનો છે અને એની કિંમત ૭.૦૮ કરોડ રૂપિયા છે. ઉપરાંત ૨૯,૯૦૦ સ્ક્વેર મીટરનો એક પ્લૉટ ૪.૬૨ કરોડ રૂપિયામાં, ૨૧,૪૦૦ સ્ક્વેર મીટરનો પ્લૉટ ૩.૩૨ કરોડ રૂપિયામાં અને સૌથી નાનો ૮૯૦૦ સ્ક્વેર મીટરનો પ્લૉટ ૧.૪૦ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. ચારેય પ્લૉટની કુલ કિંમત ૧૬.૪૨ કરોડ રૂપિયા થાય છે.
