ફિલ્મને CBFC તરફથી ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે
`ધુરંધર`માં રણવીર સિંહ
રણવીર સિંહની આવતી કાલે રિલીઝ થનારી ‘ધુરંધર’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મને ૧૮ વર્ષથી ઓછી વયનાં બાળકો નહીં જોઈ શકે. ફિલ્મમાં દર્શાવાયેલી ભયંકર હિંસા અને ઇન્ટેન્સ ઍક્શન દૃશ્યોને કારણે ફિલ્મને CBFC તરફથી ‘A’ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.


