રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની ‘થામા’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે ત્યારે રિપોર્ટ છે કે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A સર્ટિફિકેટ મળી ગયું છે.
રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની થામાને સેન્સર બોર્ડનું U/A સર્ટિફિકેટ
રશ્મિકા મંદાના અને આયુષ્માન ખુરાનાની ‘થામા’ ૨૧ ઑક્ટોબરે રિલીઝ થવાની છે ત્યારે રિપોર્ટ છે કે આ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી U/A સર્ટિફિકેટ મળી ગયું છે. જોકે આ સર્ટિફિકેટ આપતાં પહેલાં ફિલ્મના કેટલાક સંવાદો બદલવામાં આવ્યા છે તેમ જ ફિલ્મની વચ્ચે એક સીન દરમ્યાન સ્ક્રીન પર ‘ધૂમ્રપાન હાનિકારક છે’નો સંદેશ મૂકવાનું કહેવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે સેન્સર બોર્ડે આયુષ્માન અને રશ્મિકા વચ્ચે ફિલ્માવવામાં આવેલા રોમૅન્ટિક સીનનો સમય લગભગ ૩૦ ટકા સુધી ઘટાડી દીધો છે.

