° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


બહોત હો ગયા

13 October, 2021 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ટ્રોલ થતાં રિચા ચઢ્ઢાએ ટ્વિટર પ્રોફાઇલ કરી લૉક

બહોત હો ગયા

બહોત હો ગયા

રિચા ચઢ્ઢાએ તેની ટ્વિટર પ્રોફાઇલને લૉક કરી દીધી છે. તેમ જ તેણે તેના મોબાઇલમાંથી આ ઍપ્લિકેશનને પણ ડિલીટ કરી દીધી છે. તેના ટ્વિટર પર ઘણા ફૉલોઅર્સ છે અને તેણે ગઈ કાલે સવારે જ પ્રોફાઇલ લૉક કરી હતી. તેને હાલમાં જ ટ્વિટર પર ટ્રોલ કરવામાં આવી હતી. એક યુઝરે તેને પૂછ્યું હતું કે તું ક્યારે ડિવૉર્સ લેશે, કારણ કે તારાં લગ્ન પણ અલી ફઝલ સાથે વધુ નહીં ચાલે. આમિર ખાનની જેમ તું પણ જલદી ડિવૉર્સ લેશે. આ ટ્વીટનો જડબાતોડ જવાબ આપતાં રિચાએ ટ્વીટ કર્યું હતું કે ‘સરવેશ, તું મારી વાત છોડ. તું ગાંડો થઈ રહ્યો છે, કારણ કે તારી સાથે કોઈ રાજીખુશીથી લગ્ન નથી કરી રહ્યું? તારા કેસમાં કદાચ એવું બનશે કે છોકરી દહેજ માગશે. તારી પાસે લુક પણ નથી અને તું એટલો ઇન્ટેલિજન્ટ પણ નથી અને તું ગરીબ પણ દેખાય છે! તારી મમ્મીએ એલપીજીની જગ્યાએ હવે ચૂલાનો ઉપયોગ કરવો પડતો હશે. આન્ટી, તમારી સાથે મારી સાંત્વના છે. તમે આ દુનિયામાં કેવો નાલાયક માણસ લઈને આવ્યા છો. આ બેરોજગાર માણસ ફક્ત અહીં જ બોલી શકે એમ છે.’
જવાબ આપ્યાં બાદ રિચાએ ટ્વીટ કર્યું કે ‘મારા મોબાઇલમાંથી આ ઍપ્લિકેશન ડિલીટ કરી રહી છું. ખૂબ જ સમય લે છે અને એટલું જ ટૉક્સિક પણ છે. આવજો.’

13 October, 2021 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK