IMDbની યાદીમાં અહાન ૨૦૨૫ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સમાં પ્રથમ ક્રમે છે અને તેની કો-સ્ટાર અનીત બીજા નંબરે છે
અહાન પાંડે અને અનીત પડ્ડા
ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ (IMDb)એ ૨૦૨૫નાં સૌથી લોકપ્રિય ભારતીય કલાકારોની યાદી જાહેર કરી છે જે વર્ષની સર્ચ-ક્વેરી અને ચર્ચાઓના આધારે તૈયાર કરવામાં આવે છે. આ યાદીમાં આ વર્ષે શાહરુખ ખાન, આમિર ખાન, દીપિકા પાદુકોણ, રજનીકાન્ત અને રણબીર કપૂર જેવા સુપરસ્ટાર્સને પાછળ છોડીને ‘સૈયારા’ની સફળતાને પગલે અહાન પાંડે અને અનીત પડ્ડાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. IMDbની યાદીમાં અહાન ૨૦૨૫ના સૌથી લોકપ્રિય ભારતીય સ્ટાર્સમાં પ્રથમ ક્રમે છે અને તેની કો-સ્ટાર અનીત બીજા નંબરે છે.
આ સફળતા વિશે અહાને કહ્યું હતું કે ‘આ મારા માટે બહુ મોટું માન છે. મારી પહેલી જ ફિલ્મ સાથે IMDbના લિસ્ટમાં નંબર વન પર આવવું એ સપના જેવું છે. આ ઓળખ મારી જવાબદારી વધારે છે અને મારામાં ભવિષ્ય માટેનો ઉત્સાહ ભરે છે.’


